Rainfall Activity Expected To Continue Over Saurashtra, Gujarat & Kutch – Update 2nd September 2019

Short & Sweet: on 9th September 2019

The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.

ટૂકુ અને ટચ: 9th September 2019

હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.

Updated Weather Conditions on 5th September 2019

Read Forecast In Akila Daily Dated 5th September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.

Current Weather Conditions on 2nd September 2019

Some weather features from IMD :

Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.

The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.

A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.

An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.

Some varying observations about weather features:

There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.

A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.

See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here

An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.

 

 

Forecast: 2nd to 9th September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.

East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.

Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.

 

2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:

બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.

હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.

પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.

ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.

અમુક જુદા તારણો:

3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે

3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

 

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.

કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 2nd September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2.4K Add your comment here
Inline Feedbacks
View all comments
Nikunj Patel
Nikunj Patel
11/09/2019 11:16 am

Ashok bhai maru manavder taluka nu bhadula gam 6e ratari na 12 vagiya thi savar na 8 vagiya sudhi no 10 inch varsad padi gayo

Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
11/09/2019 11:14 am

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 10 am થી ધીરે ધીરેચાલુ છે બસ હવે ભગવાન પાસે પાથઁના આવતા વષઁ માટે પાણી સીલીક રાખે એવી ભગવાન પાસે પાથઁના સર હવે આગોતરૂ વરાપ નુ આપજો………

Pratapbhai chundavdra
Pratapbhai chundavdra
11/09/2019 11:09 am

Sar porbndr ma vrsadi mahol ketla divs rese

Vipulbhai Godhaniya
Vipulbhai Godhaniya
Reply to  Ashok Patel
11/09/2019 11:16 am

Ha sir porbandar ma aocho varsad che general to su aje e khep puri thse

D. K. Nandaniya
D. K. Nandaniya
Reply to  Ashok Patel
11/09/2019 12:23 pm

Have dharay gaya porbandar vara maru kutiyana nu baloch gam

D. K. Nandaniya
D. K. Nandaniya
11/09/2019 11:04 am

Sir atyare amare kutiyana ma aaju baju ma varsad salu se. baloch gam

Chetan patel
Chetan patel
11/09/2019 10:59 am

Moti paneli ta. Upleta ma 10:30am thi dhodhamar chalu ahe chekdam bharai jase

Meghjibhai A. Patel
Meghjibhai A. Patel
11/09/2019 10:59 am

મિત્રો, મારી પાસે 43 વર્ષના આકડા છે 2008મા સપ્ટેમ્બરની તા16–17–18નો 17ઈચ વરસાદ થયેલો આ આકડા બોટાદના છે લખતર મા 36 કલાકમા 32ઈચ થયેલો અને દીવમા 1કલાક મા 10ઈચ પડેલો બોટાદ તાલુકા મા સિઝનનો કુલ 47ઈચ હતો તેમ છતા વરસ સારુ થયેલુ તે સૌની જાણ માટે

Haresh Zampadiya
Haresh Zampadiya
11/09/2019 10:59 am

Vinchhiya panthak ma surya na darshan thaya aaje bapor pasi mandani varsad thay tevu vatavaran se

રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
11/09/2019 10:59 am

Aaje amare chance khara ?
Gai kale 20 minute zaptu padyu..

Rajesh Takodara
Rajesh Takodara
11/09/2019 10:47 am

Upleta ma Ratna 12:30 thi varsad chalu Che vatavaran pan 1 ras thai gayu Che atyare pan varsad chalu Che
Savar thi to su sir pachi koi navi sistum Bani Che ?

Devshi bhai
Devshi bhai
11/09/2019 10:46 am

સર અડવાણા માં ધૉધમાર વરસાદ સાલુ

Vipulbhai Godhaniya
Vipulbhai Godhaniya
11/09/2019 10:45 am

Sir good morning….Village…Hanumangadh

Ta…Ranavav….Dis….porbandar

Sir savrna 10 vgyano dhodhmar varsad saru thyo che hju pn continue chaluj che sir aje amuk dem baki che overflow thavama su e thyi jase porbandar ma plz ans me

Olakiyavipul
Olakiyavipul
11/09/2019 10:43 am

Mitro det 12 thee Varap Varap ne Va…….

Vijaykuchhdiya (porbandar)
Vijaykuchhdiya (porbandar)
11/09/2019 10:42 am

Porbandar ma dhimi dhare salu thiyo 10 am thi

Mahesh Rada
Mahesh Rada
11/09/2019 10:31 am

કોઈને બેવકૂફ કહેવું યોગ્ય નથી. કોમેન્ટ કરવાવાળામા કોઈ વધારે શિક્ષિત હોય, કોઈ ઓછા હોય. બાકી કુદરતે દરેકને અલગ શકિત અને અલગ સમજણ આપી હોય જે કુદરતની વિવિધતા નો ભાગ છે. બાકી અહીં સાહેબ મોડરેટર છે જ.

Sharad thakar
Sharad thakar
11/09/2019 10:29 am

Aaje savar thi fari varshad chalu pan thodak vista ma j chhe 3..thi 4 km ma j chhe

Sharad thakar
Sharad thakar
11/09/2019 10:23 am

Sir have jam kalyanpur na patelka ma rech futigaya aa varase ghano varshad sir

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
11/09/2019 10:20 am

સર આજે જે વરસાદ થયો અમારે તે એક પણ મોડેલ મા નથી બતાવતું .

Dilip Gadhiya
Dilip Gadhiya
11/09/2019 10:20 am

Sir amare kale bapor pachi 2:30 thi sanje 8:45 sudhi Saro avo am k khetar gam ma badhey Pani Pani j hatu pan mape mape Saro varsad thay gyo Che. aaje pan savare 7:15 thi jarmar varsad chalu thyo hato ane atyare 9:30 thi speed vadhi gay Che khetar bara Pani chalya jay Che.saro avo varsad dhimi dhare chalu che Ta: Amreli. at: sarambhda

Krishna puchhadiya
Krishna puchhadiya
11/09/2019 10:17 am

Just for knowledge – Sardar Sarovar dam has capacity of water storage is 37.50% and all other 204 dams have remaining 62.50% in Gujarat it means SARDAR Sarovar has capacity more than 1/3rd

Raju Ahir@visavadar
Raju Ahir@visavadar
11/09/2019 10:06 am

Sir please kaik javab apo ne!
Varsad bandh kyare thase?
Please please

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
11/09/2019 10:02 am

સર અમારે આ વર્ષ નો સૌથી ભારે વરસાદ.આજે બધા તળાવ સેકડેમ ઓવરફલો.અત્યાર સુધીમાં ૧૬૫mm બતાવે ટ્યુબલાઇટ ના માપીયા મા .આભાર કુદરતનો.હજુ ધીમો ધીમો ચાલુ જ છે.

Bhimshi khodbhaya
Bhimshi khodbhaya
11/09/2019 9:57 am

સર રાત્રે 2:30 થી 3:30 સુધી માં ધોધમાર 3 ઇંચ અને આજે સવારે 8:15 થી ધોધમાર ચાલુ અત્યારે 3 થી 4 ઇંચ વરસી ગયો છે અને બંધ થાય એવું લાગતું નથી at.વેકરી ta. માણાવદર.

Lalji gojariya
Lalji gojariya
11/09/2019 9:52 am

Sir savrast je uac che 15dt lagi Gujarat ma fartu rese avu lage che

Raju AHIR (VISAVADAR)
Raju AHIR (VISAVADAR)
11/09/2019 9:39 am

હવે આણૈ તો હદ કરી છે હો !
રેવાનુ નામ નથી લેતો
સર થોડોક પ્રકાશ પાડો ને કે વરાપ ક્યારે નીકળશે
એટલે કાયક શાંતિ થાય
૮ am થી ફરી અનરાધાર ચાલુ
કાલ નો ટોટલ અત્યાર સૂધી નો ૧૩ ઈંચ
હજી ચાલૂ
ગામ દેશાઈ વડાળા
તાલુકો વિસાવદર

BIPIN--JUNAGADH
BIPIN--JUNAGADH
11/09/2019 9:11 am

Ghanshyam Mathukiya says: tamara gam nu name shu chhe te lakho 80% loko bevkuf ni jem post kare chhe city nu name lakhya vagar
junagadh 48 zarmar atyare savare 8 vagya thi saro chalu

Bhikhu
Bhikhu
Reply to  Ashok Patel
11/09/2019 4:46 pm

Sir varap kyare nikadse have nuksan kare che magfaline

Kiritpatel
11/09/2019 9:09 am

Sir arvalli ma Aaje varsad na chance che plz reply aapjo.tame Amara north Gujarat mate ocha replay aapo chho Enu Su karan?

Jayesh, satlasana, mahesana
Jayesh, satlasana, mahesana
Reply to  Ashok Patel
11/09/2019 3:23 pm

હું પણ ઉત્તર ગુજરાત નો છું મને એવું કંઈ નથી લાગતું કીરીટભાઈ…
તમારે આગાહી સમજવી પડશે, આખા ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ દિવસે વરસાદ પડશે તેવી આગાહી હતી, તેમાં કોઈ ચોક્કસ વિસ્તાર કે જિલ્લો ના આવે…

Hemji Patel.Tharad
Hemji Patel.Tharad
Reply to  Ashok Patel
11/09/2019 3:53 pm

Sir,Apani vat sachhi chhe koi bhedbhav nathi .jaruri javab mali jay Che.

Nirmal
Nirmal
Reply to  Kiritpatel
11/09/2019 10:23 am

Kiritbhai Aravalli ma a round ma saro varsad 6…varsad o6o hoy athva na avto hoy ane comment kari a to ans ni apexa rakhay..baki gana mitro comment kare 6..a na ans santi thi vachasu to apdi gani samsyanu samadhan mali jay…p

Valkuji vaghela
Valkuji vaghela
11/09/2019 9:03 am

Sir hal varsadi vatavran ketla divas rahese

mahesh sinh parmar
mahesh sinh parmar
11/09/2019 8:51 am

amare 14 divas thi test chalu se

PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
11/09/2019 8:47 am

Sir cola ma Kai vandho 6 aa lakhu Chu atyre khultu Nathi

satish vaghasiya
satish vaghasiya
11/09/2019 8:46 am

વિસાવદર તાલુકામા તો હવે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે.આ સિઝનનો ૨૦૦% સુધિ વરસાદ પહોચી જાય તેવુ લાગે છે વરસાદિ વાતાવરણ જોતા.

Priyank patel
Priyank patel
11/09/2019 8:45 am

Junagadh ma dhodhmar varsaad 8:15 a.m.thi

Dilip Keshod
Dilip Keshod
11/09/2019 8:39 am

Sir keshod ma kal modi rat 10 pm thi varsad chalu j chhe haji pan dhodhmar ke madhyam evo chalu j chhe…Jai Shree Krishna…

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
11/09/2019 8:36 am

Ghed panthak na mitro alert rahejo… Visavadar thi pushkad paani moklyu chhe.

Maradiya Prajesh
Maradiya Prajesh
Reply to  Umesh Ribadiya@Visavadar
11/09/2019 10:11 am

Umeshbhai have Valve bandh Karo ! Amare Ozat full se
Aje Drafad pan bharai gayu
At-Koylaana,Ta-Manavadar

Dilip dalsaniya-gam-bhyavadar-taluko,upleta-rajkot
Dilip dalsaniya-gam-bhyavadar-taluko,upleta-rajkot
11/09/2019 8:35 am

Bhayavadar ma ratna 1am thi jordar varsad padigayo
Mar ni sim na check den ovarflo thaya
rupavati Nadi ma pur Baki che
Moj Dem 11-9 -19 8-15am
40:90fit che

rayka gigan
rayka gigan
11/09/2019 8:34 am

Amare 7.30 am thi chalu che .કલાકે 1// ઇસ ની ગતિ motimarad

Devshi bhai
Devshi bhai
11/09/2019 8:33 am

સર કુદરતી વાતાવરણ નુ કેમ સાલતું હોય ખબરપડતી નથી અડવાણા ઞામ બે ડેમ આવેછે સોરઠી ડેમ ઓવરફ્લો થયેછે અને ધોકડ ડેમ મા પાણી ટીપુંય આવેલ નથી અડવાણા થી સીમર ઞામ સુધી બોવ ઓછો વરસાદ છે

Paresh chandera
Paresh chandera
11/09/2019 8:22 am

Sir amara gam menaj ma savar na 5am thi mdhayam-bhare varsad challu se haji challu se.

Sanketzatakiya
Sanketzatakiya
11/09/2019 8:20 am

Manavadar na 7:15 thi continue ati bhare varsad padi rahyo che and atyare 8:20 pan bhare varsad chalu che…

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
11/09/2019 8:19 am

એવુ લાગે છે કે 700 hpa નો ટ્રફ દક્ષિણ સૌરાષ્ટ્ર નો પીછો 18/19 સુધી નહી મુકે અને તે પુરૂ થાય ત્યાં પાછુ 20 તારીખે મુંબઈ પાસે સળવળાટ ચાલુ થાય છે જો કે તે અત્યારે તો લાંબા ગાળા નુ કહેવાય.

Surabhai divraniya
Surabhai divraniya
Reply to  Pradip Rathod Rajkot
11/09/2019 9:11 am

એવું જ લાગે છે પ્રદીપભાઈ

Ala pala nandaniya
Ala pala nandaniya
11/09/2019 8:18 am

સર એક દીવસ ના વિરામ બાદ આજે સવાર થી ઝાપટા ચાલુ

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
11/09/2019 8:18 am

Aek divs na viram.bad aaje fari dhodhmar varsad saru ,test match ramyo aa vkhte to 10 divs no

vikram maadam
vikram maadam
11/09/2019 8:01 am

sir… amare … hve 2 divas thi mervo full ave … vadal chhayu chhe ….cola… windy…. sat.image … vantusky …bdha hve amarathi chheta jay …

mne lage hve amari baju end mathe hoy tevu lage સિઝન ..!!

અમિત ઠક્કર
અમિત ઠક્કર
11/09/2019 7:58 am

સર&મિત્રો અમારે વડીયા માં રાતના જોરદાર વરસાદ પછી 2 વાગ્યા સુધી ધીમીધારે હતો,,પછી વિરામ બાદ સવાર ના 6 વાગ્યા થી પાછો 40 મિનિટ જોરદાર પડ્યો,,પછી મધ્યમ ચાલુ છે અત્યારે સમય 7:58am,,

Vatsal
Vatsal
11/09/2019 7:48 am

Sir,

Sun ☀️ light na chance kedi thi chhe?

Saroj Ribadiya @visavadar
Saroj Ribadiya @visavadar
11/09/2019 7:27 am

વિસાવદરમા 7am થી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. હવે ખમૈયા કયારે?

Jaskubhai vank
Jaskubhai vank
11/09/2019 7:20 am

Kharchiya vankna ta.bhesan 11.00 thi savar suthi thimi thare varsad salu 06.00 am suthi

K k bea
K k bea
11/09/2019 7:09 am

Keshod ma 6:30 am thi varsad chalu

Dv dalsaniya
Dv dalsaniya
11/09/2019 4:54 am

Have Ek nava raund ni rah juo

PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
11/09/2019 12:14 am

Sir Supedi ma 11 pm thi 12.15 am saro varsad chalu sir have kuva khoble pivay etla uper aavi gya

Chetan harpal Dhoraji
Chetan harpal Dhoraji
10/09/2019 11:36 pm

Dhoraji ma de dhana dhan full speed aadhi kalak