હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી – અશોક પટેલ

 4th June 2015

હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી .. ફક્ત 5 થી 7 દિવસ ની આગાહી કરું છું. વરસ કેવું જશે કે મારા ગામ માં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેવા સવાલ નો મતલબ નથી.

કોઈ પણ અપડેટ કે આગાહી આપેલ હોઈ તેમાં જરૂરી બધી વિગતો આપેલ હોઈ છે. છતાં કમેન્ટ માં પૂછવા થી વિશેષ માહિતી ની આશા રાખવી નહિ. ટૂંક માં ગરમ ભજીયા નહિ મળે. જે કહેવાનું હોઈ તે લખેલ હોઈ છે. ભવિષ્ય માં શું થવાનું છે?  કે… વાવાઝોડું થવાનું છે કે નહિ ? અથવા કઈ દિશામાં જશે? ગુજરાત ને ફાયદો થશે કે નહિ ? આવા પ્રશ્ન નો મતલબ નથી.

બીજા ફોર્કાસ્ટ મોડલ માં આમ છે તે સાચું છે કે નહિ તે અંગે મને પૂછવું નહિ.અહી આપેલ તારણ અથવા આગાહી એવા ઘણા ફોર્કાસ્ટ મોડલ જોઈ ને કરેલ હોઈ છે.

જયારે જરૂર હશે ત્યારે છાપા માં આવશે તે આગાહી અહી મૂકવામાં આવશે. ગુજરાતી માં દરરોજ અપડેટ મૂકવાનું શક્ય નથી.

વેધર અંગે ઘણા મિત્રો ને પ્રાથમિક સમાજ ના હોઈ તેઓ એ બધી વિગત સમજવી જરૂરી નથી. નીચોડ શું છે તે વાંચો ગુજરાતી આગાહી માં.

જેટલો મારો ટાઇમ બચશે તેટલું નવું પીરસી શકીશ.

આભાર – અશોક પટેલ