ઈ મેઈલ એડ્રેસ શું છે ?

26th June 2017

ઘણા આ વેબસાઈટ ના વાચકો ને ઇ મેઇલ એડ્રેસ ની જાણકારી નથી. ઇ મેઇલ એડ્રેસ તે તમને ઈન્ટરનેટ મારફત ઇલેક્ટ્રોનિક ટપાલ મળવાનું સરનામું છે. જેમ આપડે ટપાલ પેટી નંબર (Post Box No.) હોય તેવી રીતે www.gmail.com તેમજ www.yahoo.co.in વિગેરે આવી ઇલેક્ટ્રોનિક ટપાલ મળવાનું સરનામા ની સેવા આપે છે. તે વેબ સાઈટ ની મુલાકાત લ્યો અને ત્યાં તમારું નામ અને ઇ મેઇલ એડ્રેસ રજીસ્ટર કરવો.

જયારે www.gujaratweather.com વેબસાઈટ ની મુલાકાત લ્યો ત્યારે તમારે કોમેન્ટ પોસ્ટ કરવા માટે અમૂક વિગત માંગે તે આ પ્રમાણે ભરો :

1. નામ: તમારું નામ ( આમા ફેર ફાર ના કરો. ઘડીક નામ હોય ઘડીક આખું નામ હોય. જે લખો તે કાયમ તે રીતે લખો )

2. ઇ મેઇલ એડ્રેસ :જે રજીસ્ટર કરેલ હોય તે. અહીં થી તમોને ઇ મેઇલ (ટપાલ ) મોકલાવી હોય તે તમોને મળવી જોઈએ.

3. URL : તમારી પોતાની વેબસાઈટ ના હોય તો તે ખાનું ખાલી રાખવું. ગમે તે લખવું નહિ ( ઘણા અશોક પટેલ કે ગુજરાત વેધર એવું લખે છે… તો તે ના લખવું. આ જગ્યા ખાલી રાખો )

કમેન્ટ માટે માર્ગદર્શન:

કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.

6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.

7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.

8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.

9. અપડેટ આવે એટલે કે જવાબ આપું ત્યારે થૅન્ક યુ ની કોમેન્ટ ના કરવી.