Current Weather Conditions on 12th July 2019
Saurashtra & Kutch Region Faces A Deficit Of More Than 50% Of Normal Rainfall Till 12th July As It Waits For Widespread Meaningful Rainfall.
સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે ની હજુ રાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના 50% થી વધુ ખાદ્ય રહી.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Churu, Ludhiana, Kapurthala and Lat. 33°N/Long. 74.5°E.
The Low Pressure Area over northeast Uttar Pradesh & adjoining Bihar has become less marked. However, the associated cyclonic circulation persists and now lies between 3.1 & 5.8 km above mean sea level.
A Western disturbance as a cyclonic circulation extending upto 3.1 km above mean sea level lies over eastern parts of Iran and adjoining Afghanistan.
Western end of the trough at mean sea level runs across south Punjab, Haryana and West Uttar Pradesh. The Eastern part of the trough runs close to the foothills of the Himalayas, Sub-Himalayan West Bengal, Assam & Nagaland. The other branch of the trough runs from Northwest Bihar to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal.
The cyclonic circulation over south Gujarat region & neighborhood at 4.5 km above mean sea level persists.
The feeble off-shore trough at mean sea level from Karnataka coast to north Kerala coast persists.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 12th July to 19th July 2019
Very windy and cloudy conditions expected during most days of the Forecast period with winds reaching 25-40 km at some times during the day. The Maximum windy conditions on 13th to 17th July. There is a shortfall of more than 50% rain till 12th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 14% Deficit till 12th July 2019.
Forecast:
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
South Gujarat could receive scattered Light/Medium Rainfall on some days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on some days of the forecast period. Wait Continues for Saurashtra & Kutch for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, ચુરુ, લુધિયાણા,કપૂરથલા અને Lat. 33°N/Long. 74.5°E. સુધી છે.
હવે ચોમાસુ પંજાબ ના થોડા ભાગો અને પશ્ચિમ રાજસ્થાન માં બેસવાનું બાકી છે.
થોડા દિવસ થાય યુપી અને બિહાર બાજુ એક લો પ્રેસર હતું જે WMLP પણ થયું હતું અને હવે તે નબળું પડી ગયું છે. ફક્ત તેના આનુસંગિક યુએસી છે જે 3.1 અને 5.8 કિમિ ના લેવલ માં છે.
સી લેવલ નો સીઝનલ ટ્રફ નો પશ્ચિમ છેડો દક્ષિણ પંજાબ થી હરિયાણા અને પશ્ચિમ યુપી સુધી છે. પૂર્વ બાજુ આ ટ્રફ બે બાજુ ફંટાય છે. એક ફાંટો હિમાલય ની તળેટી થી અસાં નાગાલેન્ડ બાજુ અને બીજો ફાંટો નોર્થવેસ્ટ બિહાર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3.1 કિમિ ના યુએસી તરીકે ઈરાન અફઘાન બોર્ડર વિસ્તાર માં છે.
3.1 કિમિ થી 4.5 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધી માં વરસાદ ની 50% થી વધુ ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 14% ઘટ રહી છે.
આગાહી:
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 40 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં, વધુ પવન ખાસ કરીને 13 થી 17 જુલાઈના.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકી નું ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના અમુક દિવસો. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.