Break Monsoon Conditions To Continue Over Saurashtra, Kutch & Gujarat 14th To 20th August 2023 – Update 14th August 2023

14th August 2023

Break Monsoon Conditions To Continue Over Saurashtra, Kutch & Gujarat 14th To 20th August 2023 – Update 14th August 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મંદ ચોમાસુ ની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા 14 થી 20 ઓગસ્ટ 2023 – અપડેટ 14 ઓગસ્ટ 2023

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 14th August 2023

There is a 63% excess rain for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 126% from normal, while Gujarat Region has a excess rainfall of 3% than normal. Whole Gujarat State has a 36% excess Rainfall than normal.
All India has now slipped into deficeit of 3% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.



14th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 63% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 126% વરસાદ નો વધારો છે જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે હોવો જોઈએ તેનાથી 3% વધુ વરસાદ છે. ઓલ ઇન્ડિયા માં 3% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  14th To 20th August 2023

Various factors that would affect Gujarat State adversely:

1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal position and will be closer to the Foot Hills of Himalayas for many days of the forecast period.
2. The moisture at 3.1 km expected to remain low over Gujarat State.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch to continue during the forecast period.

The current situation is similar to last week for Rainfall over most parts of Gujarat State.

Saurashtra & Kutch Region:
Isolated showers/light rain stray medium rain mostly limited areas of Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 14 થી 20 ઓગસ્ટ 2023

 

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને નુકશાન કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર તરફ જ રહેશે. ઘણો ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ ઓછો રહેવાની શક્યતા.
3. પવન ની ઝડપ હજુ યથાવત વધુ રહેશે. દિવસ ના અમુક ટાઈમ 25 થી 35 કિમિ ની સ્પીડ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
અમુક દિવસ ક્યાંક ક્યાંક છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ ની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં બાકી ના સૌરાષ્ટ્ર કરતા વધુ શક્યતા રહેશે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. 

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 14th August 2023

Forecast In Sanj Samachar Daily Dated 14th August 2023