Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

Current Weather Conditions on 25th September 2023

Southwest Monsoon has withdrawn from parts of southwest Rajasthan today, the 25th September, 2023 against its normal date of withdrawal from southwest Rajasthan of 17th September. The withdrawal of Southwest Monsoon is based on the following meteorological conditions:

Anti-cyclonic circulation at 850 hPa level,

No rainfall during last 5 days

Water vapor imagery indicates dry weather conditions over the region.

The line of withdrawal of Southwest Monsoon passes through 28.3°N/72.0°E, Nokhra, Jodhpur, Barmer, 25.7°N/70.3°E.

Withdrwal 250923

 

A cyclonic circulation is likely to form over north Andaman Sea & neighborhood around 29th September. Under its influence a Low Pressure Area is likely to form over north Andaman Sea & adjoining East Central Bay of Bengal during subsequent 24 hours. Thereafter, it is likely to move west-northwestwards with possibility of gradual intensification.

 

25 સપ્ટેમ્બર 2023:

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

ચોમાસા ની વિદાય માટે ના પરિબળો પ્રસ્થાપિત થય ગયા છે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

નોર્થ આંદામાન અને લાગુ વિસ્તારો પર ચારેક દિવસ પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા જે ત્યાર બાદ આંદામાન દરિયો અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર લો પ્રેસર માં પરિવર્તિત થવાની શક્યતા છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 25th September to 2nd October 2023

Gujarat Region:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations during the Forecast period mainly during September. North Gujarat quantum will be less.

Saurashtra & Kutch:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations mainly during September. Kutch will have less quantum and possibility.

આગાહી 25 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. ઉત્તર ગુજરાત બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

સૌરાષ્ટ્ર & કચ્છ: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં, મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. કચ્છ બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 25th September 2023

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 25th September 2023

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન