સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ 1901-2017
કોઈપણ પ્રદેશ ની ક્લાયમેટ એ પ્રદેશના રોજ બરોજ ના હવામાન ના વિવિદ્ધ પરિબળો ની 30 વર્ષ ની શરેરાશ હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર ભારતના ગુજરાત રાજ્યનો પશ્ચિમ ભાગ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર માટેનો વરસાદનો ડેટા 1901 થી 2017 સુધી https://data.gov.in/ પરથી પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર ને જૂનથી સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન દક્ષિણપશ્ચિમ ચોમાસા નો મુખ્ય વરસાદ પ્રાપ્ત થાય છે. 1901-2017 ના સમયગાળા માટે રેઈનફોલ ગ્રાફનો પ્લોટ કરવામાં આવ્યો છે અને ટ્રેન્ડ લાઇન પણ તૈયાર કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આ સમયગાળામાં વરસાદ નું પ્રમાણ વધ્યું છે, જે ટ્રેન્ડ લાઇન દ્વારા દર્શાવવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ 1901-1960
117 વર્ષનો સમયગાળો 1901-1960 અને 1961-2017 ના બે ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. અહીં નીચે બતાવવામાં આવેલ 60 વર્ષ ની અવધિ માટે ના આ બંને ગ્રાફ માં પણ વરસાદની ટ્રેન્ડ લાઇન સુધરતી રહી છે. આ બંને ગ્રાફ બતાવે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર માં વરસાદ નું પ્રમાણ સમય જતા વધ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ 1961-2017
સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ 1931-1990
1931-1990 ના મધ્યવર્તી 60 વર્ષના સમયગાળા માટે એક વધુ ગ્રાફ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રાફ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર માં નું પ્રમાણ સમય જતા વધ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્લાયમેટોલોજી શરેરાશ વરસાદ
કોઈ પણ વર્ષ માટે ક્લાયમેટોલોજી વરસાદ એટલે છેલ્લા 30 વર્ષ નો શરેરાશ વરસાદ. વિવિધ સમયગાળા માટે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ માટે ક્લાયમેટોલોજી સરેરાશ વરસાદ દર્શાવે છે. દર્શાવેલ ચાર 30 વર્ષ ના પિરિયડ માં શરેરાશ વરસાદ માં વધારો થયો છે:
Sr. No. | Climatology Period Years | Average Rainfall mm. |
---|---|---|
1 | 1901-1930 | 427.1 |
2 | 1931-1960 | 455.1 |
3 | 1961-1990 | 463.4 |
4 | 1988-2017 | 520.9 |
સૌરાષ્ટ્ર અને કચ્છ વાર્ષિક ક્લાઇમેટોલોજી વરસાદ પીરિયડ 1930-2017
નીચેનો ગ્રાફ 1930-2017ના સમયગાળા માટે ક્લાઇમેટોલોજી વરસાદ દર્શાવે છે. 1930 માટેના ક્લાઇમેટોલોજી વરસાદ નો અર્થ એ છે કે 1901-1930 ના 30 વર્ષનો સરેરાશ વરસાદ . એ જ રીતે વર્ષ 2000 માટેનો ક્લાઇમેટોલોજી વરસાદ નો અર્થ એ છે કે વર્ષ 1971-2000 ના 30 વર્ષનો સરેરાશ વરસાદ અને 2017 માટે ના ક્લાઇમેટોલોજી વરસાદ નો અર્થ એ છે કે વર્ષ 1988-2017 ના 30 વર્ષનો શરેરાશ વરસાદ.
સૌરાષ્ટ્ર અને કચ્છ નો ક્લાઇમેટોલોજી વરસાદ એકંદર વલણ હકારાત્મક અથવા વધ્યો છે. વર્ષ 2011 થી ક્લાઇમેટોલોજી વરસાદ ટ્રેન્ડ લાઇનની ઉપર રહ્યો છે જે નીચે ગ્રાફમાંથી જોઈ શકાય છે:
Sir mota bhage cyclone gujarat sudhi pohnche tya weak pdi jay che enu kai reason hoy shke? ane aa system pn nabdi pdi sake?
13 tarikh sudhi ma khyaal avi jashe