સૌરાષ્ટ્રમાંથી દક્ષીણ પશ્ચિમ ચોમાસાની વિદાયના પડઘમ

તારીખ ૨૬ સપ્ટેમબર ની હવામાન ની સ્થિતી @ સવારે ૬.૦૦ કલાકે

આગળ તા. ૨૦ મી સપ્ટેમબર ના જણાવેલ કે હવામાન ખાતા મૂજબ દક્ષીણ પશ્ચિમ ચોમાસા ની વિદાય તારીખ ૨૪ થી શરુ થશે અને તે મૂજબ ૨૪ તારીખે હવામાન ખાતાએ જાહેર કરેલ છે કે દક્ષીણ પશ્ચિમ ચોમાસા ની વિદાય રાજસ્થાનમાંથી શરુ થઈ છે અને તેવીજ રીતે  જમ્મુ અને કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને ગુજરાત ના કેટલાક ભાગોમાંથી,અને ઉત્તર અરબી સમુદ્ર ના કેટલાક ભાગ તેમજ સમગ્ર પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાંથી આજ સુધીમાં વિદાય લીધેલ છે.  તારીખ ૨૫ સપ્ટેમ્બ ના ચોમાસુ વિદાય રેખા જમ્મુ, શિમલા, દેહરાદૂન, આગ્રા, સવાઈમાધોપૂર, ઇડર , નલીયા અને 23.0° N / Long. 65.0° E માંથી પસાર થાય છે. આવતા બે થી ત્રણ દિવસમાં ઊત્તર ભારતના ઘણા વિસ્તારમાંથી તેમજ ગુજરાતના થોડા વધુ ભાગમાંથી તેમજ પશ્ચિમ મધ્ય પ્રદેશમાંથી ચોમાસુ વિદાય લેશે તેવા સંજોગો છે.

 

હવામાન ખાતા નો દક્ષીણ પશ્ચિમ ચોમાસા ની વિદાય  દર્શાવતો નકશો

(જેમાં મેં પાતળી લીલી રેખા દોરેલી છે જે ૨૫ તારીખ સુધીની સ્થિતી દર્શાવે છે )

 

તારીખ ૨૦ થી ૨૫ દરમ્યાન સૌરાષ્ટ્ર માં છૂટ મૂટ વરસાદ પડેલ છે. વરસાદ ની માત્રા અને વિસ્તાર થોડા હતા. જોકે મધ્ય પૂર્વ ગુજરાત માં અમૂક જગ્યા એ સારી માત્રા માં વરસાદ થયેલ. રાજકોટ માં અમૂક વિસ્તાર માં બે દિવસ અને અમૂક વિસ્તાર માં ત્રણ દિવસ ઝાપટા થી ૨૫ મીમી સુધી અલગ અલગ વિસ્તાર માં વરસાદ થયેલ.

 

CPC નો ભારત નો ચોમાસુ ઇન્ડેક્ષ એમ દર્શાવે છે કે હજુ ચોમાસુ અમૂક વિસ્તારમાં અઠવાડિયા બાદ વધુ શક્રિય રહેશે.

 

જેલાવત નામ નું અતિ ભયંકર વાવાઝોડું હાલ માં પશ્ચિમ પ્રશાંત મહાસાગર માં છે.  હાલ પવનની ઝડપ ૨૬૦ કિમી પ્રતિ કલાક ની છે તેમજ ૯૧૮ મિલી બાર પ્રેસર છે. દરિયા માં મોજા ૧૩ મીટર ઊંચા ઊછળે છે.

NRL સેટેલાઈટ પીકચર  અતિ ભયંકર વાવાઝોડું “જેલવાત”

હવામાન અંગેનું અનુમાન: તારીખ ૨૬ થી ૩૦

તારીખ ૩૦ સુધી માં દક્ષીણ પશ્ચિમ ચોમાસુ સૌરાષ્ટ્ર માં થી વિદાય લેશે તેવા સંજોગો છે જેમાં પહેલા ઊત્તર સૌરાષ્ટ્ર અને ત્યાર બાદ દક્ષીણ સૌરાષ્ટ્ર માંથી ચોમાસુ વિદાય લેશે. તેમ છતાં આ સમય ગાળામાં છૂટા છવાયા ઝાપટા ખાસ કરીને તારીખ ૨૭ થી ૨૯ દરમ્યાન ના એક કે બે દિવસ અલગ અલગ વિસ્તાર માં વધ ઘટ માત્રામાં પડવાની શક્યતા છે. આ સમય ગાળામાં તાપમાન વધશે.