Maximum Temperature Expected To Range 40.5°C To 43.5°C Over Saurashtra, Gujarat & Kutch Till 25th April 2025


Maximum Temperature Expected To Range 40.5°C To 43.5°C Over Saurashtra, Gujarat & Kutch Till 25th April 2025

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 25 એપ્રિલ 2025 સુધી મહત્તમ તાપમાન અંદાજે 40.5°C થી 43.5°C વચ્ચે રહેવાની સંભાવના છે.

 

Current Weather Conditions on 18th April 2025

Gujarat Observations:
The Maximum Temperature is 1°C to 3°C above normal over various parts of Gujarat State.

Maximum Temperature on 17th April was as under:

Rajkot  42.9°C which is 3°C above normal

Amreli 42.5°C which is 2°C above normal

Deesa 40.2°C which is 1°C above normal

Ahmedabad 41.8°C which is 2°C above normal

Gandhinagar 41.0°C which is 1°C above normal

Bhuj  41.4°C which is 3°C above normal

 

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 18th to 25th April 2025

    • Wind Patterns:

      • Winds will predominantly blow from the West and from Northwest.
      • Wind speeds are expected to range between 12–25 km/h during the forecast period, with gusts from 25-35 km/h till 20th April.
      • Wind speeds are expected to range between 8–15 km/h during the forecast period, with gusts from 15-25 km/h few hours during the day for the rest of the forecast period.

      Sky Conditions:

      • Mainly Clear sky on most days with scattered clouds on some days for some time.

    • Temperature Trends:

      • Current Normal: Maximum temperatures across most of Gujarat is 39.5°C. Deesa & Bhuj is 39.0°C  and Amreli 40.0°C.
      • 18th-25th April: Maximum Temperature is expected to range 40.5°C to 43.5°C during the forecast period till 25th April.
      • 22nd-23rd April: Hot weather conditions so the Maximum temperatures expected to be near the upper range.
      • Rest of the Forecast period: Maximum temperatures expected be near middle or lower range.

 

વર્તમાન હવામાન સ્થિતિ – 18 એપ્રિલ 2025

ગુજરાત નિરીક્ષણો:
ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1°C થી 3°C વધારે નોંધાયું છે.

17 એપ્રિલના મહત્તમ તાપમાન મુજબ:

રાજકોટ: 42.9°C (સામાન્યથી 3°C વધારે)

અમરેલી: 42.5°C (સામાન્યથી 2°C વધારે)

ડીસા: 40.2°C (સામાન્યથી 1°C વધારે)

અમદાવાદ: 41.8°C (સામાન્યથી 2°C વધારે)

ગાંધીનગર: 41.0°C (સામાન્યથી 1°C વધારે)

ભુજ: 41.4°C (સામાન્યથી 3°C વધારે)

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે – 18થી 25 એપ્રિલ 2025

પવનની દિશાઓ:
પવન મુખ્યત્વે પશ્ચિમ તરફથી અને ઉત્તરપશ્ચિમ તરફથી ફૂંકાશે.
18થી 20 એપ્રિલ દરમિયાન પવનની ઝડપ 12–25 કિ.મી./કલાક રહેશે અને ઝાટકા ના પવનો 25–35 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે.
અન્ય દિવસોમાં પવનની સામાન્ય ઝડપ 8–15 કિ.મી./કલાક રહેશે, જ્યારે દિવસ દરમિયાન થોડા કલાકો માટે ઝાટકા ના પવનો 15–25 કિ.મી./કલાક સુધી જઈ શકે છે.

આકાશની સ્થિતિ:
મોટા ભાગે સ્પષ્ટ આકાશ રહેશે, બેક દિવસ થોડાક સમય માટે વિખૂટા વાદળો જોવા મળી શકે છે.

તાપમાનની પ્રવૃત્તિ:
હાલનું સામાન્ય તાપમાન:
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 39.5°C છે. ડીસા અને ભુજ માટે 39.0°C છે અને અમરેલી માટે 40.0°C છે.

18થી 25 એપ્રિલ:
આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન અંદાજે 40.5°C થી 43.5°C વચ્ચે રહેવાની શક્યતા છે.

22-23 એપ્રિલ:
આ દિવસે ગરમીની તીવ્રતા વધશે, અને મહત્તમ તાપમાન ઉપરની રેન્જ આસપાસ રહેશે.

અન્ય દિવસો માટે:
મહત્તમ તાપમાન મધ્યમ કે નીચલી રેન્જ નજીક રહેવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th April 2025

Forecast In Sanj Samachar Daily Dated 18th April 2025