Temperature Expected To Be Near Normal To Above Normal For Saurashtra Gujarat & Kutch Up To 6th November 2022 – Northeast Monsoon Has Set In Over Whole Southern Peninsula By 30th October 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 6 નવેમ્બર સુધી તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી વધુ રહેવાની શક્યતા – નોર્થ ઇસ્ટ મોન્સૂન દક્ષિણ દ્વીપકલ્પ ભારત ના બધા ભાગ માં પહોંચી ગયું.
Current Weather Conditions on 31st October 2022
IMD Morning Bulletin:
AIWFB (14)Gujarat Observations:
The Maximum Temperature is near normal to 2 C above normal over many parts of Gujarat.
Minimum Temperature on 30th October was as under:
Ahmedabad 36.6 C which is 2 C above normal
Rajkot 36.2 C which is 1 C above normal
Deesa 36.8 C which is 1 C above normal
Vadodara 35.2 C which is normal
The Minimum Temperature is near normal over many parts of Gujarat.
Minimum Temperature on 30th October was as under:
Ahmedabad 19.7 C which is 1 C above normal
Rajkot 21.7 C which is 1 C above normal
Deesa 20.2 C which is 3 C above normal
Vadodara 18.8 C which is 1 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 31st October To 6th November 2022
The winds will be mostly blow from between Northwest and Northeast and some times variable at different locations during forecast period. The weather will be mostly clear skies during the Forecast period. The Maximum and Minimum Temperatures are expected to remain near normal to above normal during the forecast period. The chances of high Temperature expected during the mid Forecast period. Maximum Temperature range 36 C to 38 C and Minimum Temperature range 19 C – 21 C to 20 C – 23 C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર 2022
પવન મુખ્યત્વે નોર્થ વેસ્ટ અને નોર્થ ઇસ્ટ વચ્ચે થી ફૂંકાશે. ક્યારેક ક્યારેક ફરતો પવન અમુક વિસ્તાર માં ફૂંકાય. પ્રમાણ માં ચોખ્ખું વાતાવરણ રહેશે. મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલથી નજીક અથવા નોર્મલ થી વધુ રહેશે. આગાહી સમય ના મધ્ય ભાગ માં તાપમાન માં બેક C નો વધારો જોવા મળે. મહત્તમ તાપમાન 36 C થી 38C રેન્જ. ન્યુનતમ તાપમાન રેન્જ 19 C થી 21 C અને વધી ને 20 C થી 23 C સુધી જોવા મળશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
BAAKI Forecast In Akila Daily Dated 31st October 2022
BAAKI Forecast In Sanj Samachar Daily Dated 31st October 2022
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 6 ડીસેમ્બર 2022ઇવનીંગ બુલેટિન ♦ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર યથાવત છે. તે આગામી 06 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારપછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી ને 07મી ડિસેમ્બરની સાંજની આસપાસ ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બનશે અને 08મી ડિસેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચશે તેવી શક્યતા છે તે ત્યારપછીના 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે. ♦એક WD મીડ અને… Read more »
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 22 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર રહેલું ડીપ્રેશન પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે, 22 નવેમ્બર 2022 ના સવારે 08:30 IST કલાકે દક્ષિણ આંધ્ર પ્રદેશ-ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નબળુ પડી ને વેલમાર્ક લો પ્રેશર તરીકે છે. અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. તે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 24 કલાક દરમિયાન વધુ નબળું પડવાની શક્યતા છે. ♦ એક ફ્રેશ WD જમ્મુ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સ્થિત છે… Read more »
Sir have avta divso Thandi kevik rehse ??
મગફળી નુ કામકાજ પુરુ થયું કે હજુ બાકી છે?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 17 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ આંદામાન સમુદ્ર પર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આ લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે ને અને ધીમે ધીમે બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં 19મી નવેમ્બર, 2022 ની આસપાસ તે ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારપછી, તે પછીના 3 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5… Read more »
સર હવે નવી અપડેટ આપો કોમેટ પણ નથી આવતી નવા વાવેતર કરવા હોય ખ્યાલ આવે જીરુ ધાણા ઉગવા માં બોવ ફરિયાદ છે
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 16 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન♦ એક UAC દક્ષિણ આંદામાન સમુદ્રમાં છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલ છે.તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ આંદામાન સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે.તે ત્યારપછી ના 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ધીમે ધીમે ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે.♦એક UAC દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.♦એક UAC કેરળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9… Read more »
સર કોમેન્ટ વય એને એજ છે તો ઈપર એમ લાગે કોમેન્ટ નવી આવી. એમાં જાવી તો નવી કોમેન્ટ દેખાતી નથી આવું થાય છે
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 15 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, 16મી નવેમ્બર, 2022 ના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ આંદામાન સમુદ્ર પર લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ત્યારબાદ 18મી નવેમ્બર, 2022 ના રોજ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ધીરે ધીરે બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. ♦એક UAC દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક ફ્રેશ… Read more »
Welcome winter from Friday.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 14 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા UAC થી માંડીને કેરળ અને દક્ષિણ તમિલનાડુના કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦ એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 67°E અને 29°N પર છે. ♦ મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 13 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ લો પ્રેશર કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તેનુ આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. ♦ એક ટ્રફ કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા લો પ્રેશર ના આનુસાંગિક UAC થી દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે. ♦એક ફ્રેશ WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈએ આશરે 58°E અને 30°N પર છે. ♦ 16મી નવેમ્બર, 2022ની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 12 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર નબળુ પડી ને લો પ્રેશર માં પરીવર્તીત થયું છે તે હાલ ઉત્તર તમિલનાડુ, પુડુચેરી ના દરીયાકાંઠે બંગાળ ની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર આવેલુ છે. અને તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે 12-13 નવેમ્બર દરમિયાન ઉત્તર તમિલનાડુ અને કેરળમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 13મી નવેમ્બર, 2022ના રોજ લો પ્રેશર કે UAC તરીકે દક્ષિણપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં જોવા મળે તેવી શક્યતા છે. ♦ એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી… Read more »
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 11 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તમિલનાડુ કિનારે ઉત્તરપૂર્વ શ્રીલંકાના સંલગ્ન વિસ્તારો પર સ્થિત છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. 12મી નવેમ્બર 2022 ની સવાર સુધી તે ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારપછી, તે 12-13મી નવેમ્બર 2022 દરમિયાન સમગ્ર તમિલનાડુ-પુડુચેરી અને કેરળમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 13મી નવેમ્બર, 2022ના રોજ લો પ્રેશર કે UAC તરીકે દક્ષિણપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં જોવા મળે તેવી શક્યતા છે. ♦ એક WD પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ… Read more »
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 10 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ લો પ્રેશર શ્રીલંકા કિનારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આગામી 24 કલાક દરમિયાન તે વધુ મજબૂત થવાની સંભાવના છે. 12મી નવેમ્બરની સવાર સુધી તે ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે પછી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 12મી-13મી નવેમ્બર, 2022 દરમિયાન તમિલનાડુ પુડુચેરી અને કેરળમાં આગળ વધે તેવી શક્યતા છે. ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E… Read more »
‘EARTHSTORM’
આ એક ડોકયુમેટ્રી છે જે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે
ટોરનેડો,જ્વાળામુખી, સાઇકલોન અને સુનામી જેવી કુદરતી આફત પર આધારિત છે એક વખત જોવા જેવી છે.
જે કોઈ ને ટેલિગ્રામ મા જોયતી હોય ઈ 8690366066 પર મેસેજ કરવો..
Sir have Thandi kyare chalu thase ? Jira nu vavetar karvu che.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 9 નવેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર UAC ના પ્રભાવ હેઠળ, આજે, 09મી નવેમ્બર, 2022 ના રોજ એ જ પ્રદેશમાં લો પ્રેશર રચાયુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આગામી 48 કલાક દરમિયાન તે વધુ મજબૂત થવાની સંભાવના છે. 09 થી 12મી નવેમ્બર, 2022 દરમિયાન તે ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે. ♦એક ટ્રફ મધ્ય બંગાળની ખાડીથી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરના લો પ્રેશર ના આનુસાંગિક… Read more »
Sir, hal nu tapman normal kevay k vadhare.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 8 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ એક UAC દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ત્યારપછી ના 24 કલાક દરમિયાન તે ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુ-પુડુચેરી કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦એક ટ્રફ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીથી દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર રહેલા UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક WD પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે… Read more »
Sar thar jakar kem jovay.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 7 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ઈસ્ટ-વેસ્ટ ટ્રફ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગરથી દક્ષિણ શ્રીલંકાના કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે અને તે ઉપરોક્ત ટ્રફ સાથે ભળી ગયું છે. ♦એક WD પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે ટ્રફ તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી.ની ઊંચાઈએ આશરે 62°E અને 30°N પર છે. ♦એક UAC નાગાલેન્ડ અને… Read more »
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 6 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ઈસ્ટ-વેસ્ટ ટ્રફ કોમોરિન વિસ્તારથી બંગાળની ખાડી અને વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર રહેલા UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક WD પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 30°N પર છે. ♦એક WD પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ… Read more »
Sir તમારે મગફળી, કપાસ ના કેવાક ઉતારો (ઉત્પાદન)આવિયો
Sir tempreture jova mate Kai link che ??
Sir. Jiru vavjevu vatavar kyare thase
સર તમે અખતરા રુપી 4જી કપાસ નું વાવેતર કરેલ??? તો એમાં આ વર્ષ કેવીક કંડીશન છે????
Sir , Aa tempresur ketla divas vadhu raheshe ?
Normal kyare thashe , jiru Aaje vavi didhu chhe etle puchyu chhe .
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 5 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC કેરળના દરિયાકાંઠે અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ♦ ઈસ્ટ-વેસ્ટ ટ્રફ કોમોરિન વિસ્તારથી બંગાળની ખાડીમાં દક્ષિણ આંદામાન સમુદ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ♦એક UAC દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે આવેલું છે. ♦એક WD પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે અને તેની… Read more »
નીરવ શાંત
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 4 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC કેરળના દરિયાકાંઠા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.6 કિમી સુધી વિસ્તરે છે. ♦ ઈસ્ટ-વેસ્ટ ટ્રફ કેરળના દરિયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC થી દક્ષિણ તમિલનાડુ માં થય ને દક્ષિણ બંગાળની ખાડીમાં દક્ષિણ આંદામાન સમુદ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.6 કિમી વચ્ચે છે. ♦ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારો પરનું UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલ છે જે ઉપરોક્ત ટ્રફ સાથે ભળી ગયું છે. ♦એક UAC દક્ષિણ આંદામાન સમુદ્ર… Read more »
Sir tempresur jova mate windy nu kyu model vadhare perfect che.
Sir 6 thi 12 wd na lidhe mavthani sakyta che?
Bek ni aagasi you tube ma ave che
Pls reply apjo
India ma Winter, summer, monsoon months pramane fix hoy chhe.aavu Rutu-Chakr bija koi desh ma kharu?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 3 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC થી કેરળ થય ને લક્ષદ્વીપ વિસ્તાર સુધી લંબાય છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક UAC દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક WD પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈ એ… Read more »
એવરેજ તાપમાન મહિના મુજબ ગણાય કે થોડા દિવસ પેહલા કોમેન્ટ બોક્સ માં જવાબ માં તમે imd નો જે તાપમાન નો ગ્રાફ મુક્યો હતો એ મુજબ ગણાય? મહિના મુજબ imd. પુણે 10 માં મહિના નુ રાજકોટ નુ એવરેજ તાપમાન 36 ડિગ્રી ગણે 11 માં મહિના નુ એવરેજ 33.6 ડિગ્રી ગણે imd દિલ્હી મુજબ 10 માં મહિના નુ 35.9 અને 11 માં મહિના નુ 33.3 તો આમાં ત્રણ માંથી ગણતરી માં ક્યુ લેવાય?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 2 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક ટ્રફ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC થી ઉત્તર કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમી વચ્ચે છે. ♦એક WD વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે ટ્રફ તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી.ની ઊંચાઈએ લગભગ 75°E અને 26°N પર છે. ♦ 04મી નવેમ્બર, 2022થી પશ્ચિમ હિમાલયન પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં ફ્રેશ WD અસર કરે તેવી શક્યતા છે.
જય માતાજી સર
Thanks for new update sir
Thanks for new Update Sir.
Jay Dwarkadhish.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 1 નવેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC ઉત્તર શ્રીલંકા અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉત્તર શ્રીલંકા અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC થી તમિલનાડુ અને કેરળમાં થય ને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક WD પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી.ની ઊંચાઈએ લગભગ 72°E અને 30°N પર છે. ♦ 04મી નવેમ્બર, 2022થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
Sir arbi ma kai halchal thavani che 6 tarikh pachi mavtha ni sakyata kari ke vadad chayu vatavaran rehse
Ok, Thank you sir for your answer, amara GINGANI gam ma average TG-37,500 kg, GG – 22 300 kg, GG – 20 240 kg, GG – 32 600kg,ane kapas 400kg jeva 1 Vigha ma utpadan thay chhe.
Sir thenku
સર જય શ્રીકૃષ્ણ આભાર
સર આ સાંજ સમાચાર નેં અકીલા પેપર વાલુ વીડો ખુલી એવું કહે છે.. અમારે એનડોરોર ફોન છે અમારો હું વાંક.. એ પાસું દેખાય એવું કરી આપો અમારે તમારી આગાહી ફોરવર્ડ કરવી વય એ ફોટો વય એ એટલે…
Thenks
Sarsh
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 31 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC ઉત્તર શ્રીલંકા કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ♦એક ટ્રફ ઉત્તર શ્રીલંકાના કિનારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર રહેલા UAC થી તમિલનાડુ અને કેરળમાં થય ને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક WD પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ લગભગ 70°E અને 34°N પર છે.
Thank you sir for new update, tmari magfali, kapas na mnika kevak thaya?
Thanks for the update sir. શિયાળુ વાવેતર માટે ખરાબ સમાચાર.
તો શિયાળુ વાવેતર માટે હજી રાહ જોવી પડશે મહતન 32c થી 35c ની રેન્જમાં તાપમાન હોય તો શિયાળુ વાવેતર માટે વાતાવરણ અનુકૂળ કહેવાય