Minimum Temperature Expected To Fluctuate Both Sides Over Saurashtra, Gujarat & Kutch – Western Disturbance Expected To Affect Rajasthan & Madhya Pradesh – Update 21st December 2024

Minimum Temperature Expected To Fluctuate Both Sides Over Saurashtra, Gujarat & Kutch – Western Disturbance Expected To Affect Rajasthan & Madhya Pradesh – Update 21st December 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ન્યુનત્તમ તાપમાન માં બંને બાજુ વધઘટ થવાની ધારણા – વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અસર કરે તેવી શક્યતા – અપડેટ 21મી ડિસેમ્બર 2024

 

Current Weather Conditions on 21st December 2024

IMD Mid-Day Bulletin:

The depression over West Central Bay of Bengal off Andhra Pradesh coast moved East Northeastwards with the speed of 12 kmph during past 6 hours and lay centered at 0830 hrs IST of 21st December 2024 over the West Central Bay of Bengal, near latitude 14.0°N and longitude 84.5°E, about 430 km south-southeast of Visakhapatnam (Andhra Pradesh), 480 km east-northeast of Chennai (Tamil Nadu) and 590 km south- of Gopalpur (Odisha). The system is likely to move slowly east-northeastwards maintaining its intensity as a depression for next 12 hours and weaken gradually thereafter over the Sea.

Subtropical westerly Jet Stream with core winds of the order up to 130 knots at 12.6 km above mean sea level continue to prevail over Northeast India.

Another fresh and active western disturbance is likely to affect western Himalayan region & adjoining plains from 26th/27th December 2024.

Gujarat Observations:
The Minimum Temperature is 2°C above Normal to 2°C below normal over most parts of Gujarat except Rajkot where the Minimum Temperature is 4°C below normal.

Minimum Temperature on 21st December was as under:

Ahmedabad 14.4°C which is 1°C above normal

Rajkot  9.4°C which is 4°C below normal

Amreli 11.0°C which is 2°C below normal

Deesa 13.7°C which is 2°C above normal

Bhuj  11.3°C which is 1°C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 22nd to 28th December 2024

Winds will predominantly blow from the north and northeast. Wind speeds are expected to be above normal on 22nd–23rd December and again on 27th–28th December.

The sky will remain mostly clear throughout the forecast period, with partly cloudy conditions likely around 26th–27th December.

The current normal minimum temperature across most of Gujarat ranges from 11°C to 13°C, with cooler values near the Rajasthan border in Kutch and North Gujarat.

22nd–23rd December: Minimum temperatures are expected to rise by 1°C to 2°C.

24th–25th December: A decrease in minimum temperatures is anticipated.

26th–28th December: Temperatures are likely to increase again by 2°C to 4°C, with expected ranges of 10°C to 14°C on colder days and 13°C to 18°C during the warmer period.

Due to an active Western Disturbance over Northwest India around 26th–27th December, South & East Rajasthan and adjoining Northwest Madhya Pradesh expected to get rain showers. There is also a possibility of unseasonal rain over of North and East Gujarat, particularly areas adjoining South Rajasthan and Madhya Pradesh. Updates will be provided if significant developments occur.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 22 થી 28 ડિસેમ્બર 2024

પવન મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપૂર્વ તરફથી ફૂંકાવાની શક્યતા છે. 22–23 ડિસેમ્બર અને ફરીથી 27–28 ડિસેમ્બરે પવનની ઝડપ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

આગામી સમયગાળા દરમિયાન આકાશ મુખ્યત્વે સ્પષ્ટ રહેશે, જ્યારે 26–27 ડિસેમ્બર દરમિયાન છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.

ગુજરાતના મોટા ભાગના ભાગોમાં હાલના સામાન્ય લઘુત્તમ તાપમાન 11°C થી 13°C છે, જેમાં રાજસ્થાનની સીમા પાસે ઉત્તર ગુજરાતમાં તેમજ કચ્છ બાજુ નીચે ની રેન્જ.
22–23 ડિસેમ્બર: લઘુત્તમ તાપમાન 1°C થી 2°C વધવાની શક્યતા છે.
24–25 ડિસેમ્બર: લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની અપેક્ષા છે.
26–28 ડિસેમ્બર: તાપમાન ફરીથી 2°C થી 4°C વધવાની શક્યતા છે. ઠંડા દિવસોમાં 10°C થી 14°C અને ઓછી ઠંડી વારા દિવસોમાં 13°C થી 18°C તાપમાન રહેવાની શક્યતા છે.

ઉત્તરપશ્ચિમ ભારત પર 26–27 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે, દક્ષિણ અને પૂર્વ રાજસ્થાન તેમજ લાગુ ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતા વિસ્તારોમાં માવઠા રૂપી છાંટા છૂટી ની શક્યતા છે. જો કોઈ મહત્વપૂર્ણ ફેર ફાર થાય તો અપડેટ આપવામાં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 21st December 2024

Forecast In Sanj Samachar Daily Dated 21st December 2024

 

4.9 22 votes
Article Rating
Subscribe
Notify of
guest
147 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
27/12/2024 2:55 pm

તારીખ 27 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે UAC તરીકે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે સ્થિત છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 17°N થી ઉત્તર તરફ છે.   ❖ ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ટ્રફ ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/12/2024 2:19 pm

તારીખ 23 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુના કિનારે મધ્યપશ્ચિમ મધ્ય અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નુ વેલમાર્કડ લો પ્રેશર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને આજે 23 ડિસેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ આંધ્રપ્રદેશ-ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  આ સીસ્ટમ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને 24મી ડિસેમ્બરના રોજ ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે.   ❖ ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે વેસ્ટર્ન… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
30/12/2024 2:26 pm

તારીખ 30 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 34°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે… Read more »

Place/ગામ
Rajkot
Rajesh Ponkiya
Rajesh Ponkiya
30/12/2024 1:19 pm

જય શ્રી કૃષ્ણ સર, મસ્ત રંગબેરંગી વેબસાઈટ બનાવી , હવે બધુ બરાબર છે , આપની આ નિસ્વાર્થ સેવા બદલ આપનો ખુબ ખુબ આભાર

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Sagar
Sagar
30/12/2024 11:07 am

New update kyare thase

Place/ગામ
Upleta
Jignesh Ruparelia
Jignesh Ruparelia
30/12/2024 7:59 am

Sir ji….App store ma bhi aapdi app ne add karo ne pls.

Place/ગામ
Rajkot
DEEPAK DAVE
DEEPAK DAVE
30/12/2024 12:16 am

Wah Saheb, Khoob j Saras Ferfar chhe, International Website jeva Changes lage chhe…and aapni aa Niswarth seva badal aapno khoob khoob Aabhar…Sir,

Place/ગામ
RAJKOT
nik raichada
nik raichada
29/12/2024 11:52 pm

Porbandar City Ma Year 2024 ma Varsad e bhuka bolavya 18 to 20 july 25 kalak ma j 30 inch jetlo vasrsad pdyo e loko ne yaad rese Pur avi gya hata Satam atham per 2nd round evo hto ane Porbandar sahit west saurashtra Dwarka Etc.. mate year saru gyu varsad ma ane have Porbandar ma thandi bhuka bolavi rahi che chella Ghana divso thi.

Place/ગામ
Ahmedabad City
Mustafa Vohra
Mustafa Vohra
29/12/2024 11:25 pm

Sir amare cola ni link nti khulti

Place/ગામ
Bharuch
Bhagvan Gajera
Bhagvan Gajera
29/12/2024 6:59 pm

Sar cola ma india na map sahej trasa aave se

Place/ગામ
Keshod
Sivali
Sivali
29/12/2024 3:03 pm

Sir ek vat kav akila vara to guruvar thi thandi gayab evu keteta ane ane a tran divs guru shukr ane shani ma to thandi a fadi nakhya keshod ma kal rate pan kevo thando pavan hato

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Pratik
Pratik
29/12/2024 2:08 pm

તારીખ 29 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 80°E અને 23°N થી ઉત્તર તરફ છે.   ❖ ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.   ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ગુજરાત સુધી લંબાઈ છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Vijay Lagariya
Vijay Lagariya
29/12/2024 1:03 pm

Wah sir app fast thay gy

Place/ગામ
Bhanvad (Ambardi)
Bhavesh Patel
Bhavesh Patel
29/12/2024 12:07 pm

Vah sir….rang – rup badalai gaya… nice

Place/ગામ
Upleta
Rajesh Ponkiya
Rajesh Ponkiya
29/12/2024 11:55 am

જય શ્રી કૃષ્ણ સર , હવે બધુ ખુલે છે , આભાર સાહેબ , સર જે બધા imd ચાર્ટ જોઈએ છીએ. તે પહેલા ટચ કરીને જુમ કરતા એટલે જુમ થતા હતા , તે હવે જુમ થતા નથી , જુમ થાય તેવુ કંઈક કરજો .

Place/ગામ
પાટણવાવ . તાઃ ધોરાજી
Janak ramani
Janak ramani
29/12/2024 10:33 am

Sir

Pahela Aavu batave chhe .

Place/ગામ
Jasdan .
Screenshot_2024-12-29-10-28-39-662_gujaratweather.android
Umeshkumar Ribadiya
Umeshkumar Ribadiya
29/12/2024 10:07 am

Superb Rangarogan

Place/ગામ
Visavadar
mayur patel
mayur patel
29/12/2024 6:37 am

App રિપેર કર્યા પછી સ્પીડ વધી હોય એવું લાગે છે,
કે બીજું કાંઈ હતું.

Place/ગામ
Rajkot
Devendragiri Gauswami
Devendragiri Gauswami
28/12/2024 10:34 pm

સર, મોબાઈલ માં ગુજરાત વેધર એપ ઓપન કરીએ ત્યારે, Forbidden મથાળુ અને પછી નીચે You don’t have permission to access this resource. પછી એની નીચેની લીટીમાં Additionally a 403 Forbidden error was encountered while trying to use an ErrorDocument to handle the request. આવુ લખેલ આવે છે, અને પછી બેક જઈએ ત્યારે જ એપ ઓપન થાય છે.

Place/ગામ
Village.vadera.ta & dist.Amreli
Rakesh Prajapati
Rakesh Prajapati
28/12/2024 10:31 pm

સર…. વડોદરામાં એક પણ વખત સારો ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી.

Place/ગામ
Vadodara
Last edited 18 days ago by Rakesh Prajapati
Ajaybhai
Ajaybhai
28/12/2024 10:05 pm

સર હવે બધા રમકડા ખુલે છે.અને આ બધા અલગ અલગ કલર રાખવાથી જોવાની ખુબ મજા આવૈ છે.હવે આ menu જ રાખજો ફેરવતા નહી.

Place/ગામ
Junagadh
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
28/12/2024 7:49 pm

Very good sir

Place/ગામ
Jamnagar
Rakesh faldu
Rakesh faldu
28/12/2024 7:14 pm

સર તમે સિદસર આવો છો કે આવી ને વય ગયાં

Place/ગામ
Jam jodhpur
Bhagvan Gajera
Bhagvan Gajera
28/12/2024 6:03 pm

Ok saheb keshod nu to khule se but cola, nova e koi khulti nathi

Place/ગામ
Keshod
Pratik
Pratik
28/12/2024 4:44 pm

તારીખ 28 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 9.1 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 15°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર રાજસ્થાન અને લાગુ હરિયાણા પરનું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર પંજાબથી ગુજરાત… Read more »

Place/ગામ
Rajkot
Er. Shivam @Kachchh
Er. Shivam @Kachchh
28/12/2024 4:34 pm

Kutch ma achanak thandi khub vadhi gai chhe. Forecast no aaje chhelo divas chhe to have agal kevu rese? aje single digit ma temprature hatu.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
પ્રકાશભાઈ ડાભી
પ્રકાશભાઈ ડાભી
28/12/2024 3:25 pm

બધા રમકડા ક્યારે ખુલ છે?

Place/ગામ
માલવણ,તાલુકો આંમરેલી
Dineshbhai Gadara
Dineshbhai Gadara
28/12/2024 3:04 pm

સર, રીપેરીંગ ગામમાં એમ કર્યું હો, ભારી મસ્ત કામ છે.
મિત્રો બધું ખુલે છે હો.

Place/ગામ
Kharva