Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

4th October 2022

Monsoon withdrawn Map – ચોમાસા ની વિદાય નકશો

 

 

Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાકી ના કચ્છ, સમગ્ર સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત ના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાત ના થોડાક ભાગ માંથી વિદાય થયું 3 ઓક્ટોબર 2022

Current Weather Conditions:
Few pages from Morning Bulletin on 4th October 2022

AIWFB_041022

પરિસ્થિતિ:

નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે

નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે

મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર બન્યુ છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. એક ટ્રફ લો પ્રેશર ના આનુસાંગિક UAC થી બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

એક UAC તરીકે ફ્રેશ WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. તેનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર તેની ધરી સાથે આશરે 69°E અને 30°N પર છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 4th to 10th October 2022

Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat:

The areas where the Southwest Monsoon has withdrawn are North of the withdrawal line. Mainly dry weather with a possibility of unseasonal stray showers on few days.

South Gujarat:

The areas where the Southwest Monsoon has not withdrawn are South of the withdrawal line. Possibility of Light/Medium rain over scattered areas during the latter parts of Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 ઓક્ટોબર 2022

સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ના મોટા ભાગો:

ચોમાસુ વિદાય રેખા ની ઉત્તર બાજુ ના ભાગો માંથી ચોમાસુ વિદાય થયેલ છે. આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં અમુક દિવસ માવઠા રૂપી એકલ દોકલ છાંટા છૂટી ની શક્યતા.

દક્ષિણ ગુજરાત:

ચોમાસુ રેખા ની દક્ષિણે ચોમાસુ વિદાય નથી થયું. આગાહી સમય માં (જેમાં વધુ શક્યતા પાછળ દિવસો માં) છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 4th October 2022

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 4th October 2022

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.9 43 votes
Article Rating
360 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/10/2022 2:30 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 21 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ વિદર્ભના કેટલાક વધુ ભાગો છત્તીસગઢ, ઓડિશા અને બંગાળની ઉત્તર ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણાના કેટલાક ભાગો, તટીય આંધ્રપ્રદેશ અને મધ્ય બંગાળની ખાડી માંથી વિદાય લીધી છે. આજે, 21મી ઑક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો પર યથાવત છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-10-21-14-03-54-85_f541918c7893c52dbd1ee5d319333948.jpg
Pratik
Pratik
20/10/2022 2:35 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 20 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ આજે વિદર્ભ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય લીધી છે; ઓડિશાના ઘણા ભાગો; ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરાના બાકીના ભાગો; સમગ્ર મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર બંગાળની ખાડીના ઘણા ભાગો માંથી પણ આજે વિદાય લીધી છેઆજે, 20મી ઓક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 20.0°N/93.0°E, પુરી, કાંકેર, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે ♦ આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર બંગાળની ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણા, આંધ્રપ્રદેશ અને યાનમ અને મધ્ય… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
18/10/2022 2:16 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 18 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 28.6°N/93.6°E થી લુમડિંગ, કૈલાશહર, બરહામપોર, કાંકે, બિલાસપુર, બ્રહ્મપુરી, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦ આવતા 48 કલાક દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગો અને પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે પરિબળો ખૂબ જ સાનુકૂળ બને તેવી શક્યતા છે. ♦ એક UAC ઉત્તર આંદામાન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે. તે… Read more »

Place/ગામ
Rajkot
Shailesh Dangar
Shailesh Dangar
17/10/2022 10:01 pm

Kem koi weather babat comment nathi aavti ???

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Pratik
Pratik
17/10/2022 2:09 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 17 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 28.6°N/93.6°E થી લુમડિંગ, કૈલાશહર, બરહામપોર, કાંકે, બિલાસપુર, બ્રહ્મપુરી, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે.  ♦ આવતા 48 કલાક દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગો અને પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે પરિબળો ખૂબ જ સાનુકૂળ બને તેવી શક્યતા છે.  ♦એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ♦ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ કેરળના દરિયાકાંઠા પાસે એક UAC છે. અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Vallabh bhalala
Vallabh bhalala
17/10/2022 1:12 pm

Sir. 24thi 29 mavdhu se

Place/ગામ
Jivapar
Pratik
Pratik
16/10/2022 2:08 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 16 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 28.6°N/93.6°E થી લુમડિંગ, કૈલાશહર, બરહામપોર, કાંકે, બિલાસપુર, બ્રહ્મપુરી, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦ આગામી 2 દિવસ દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગો અને પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે પરિબળો ખૂબ જ સાનુકૂળ બને તેવી શક્યતા છે. ♦ મધ્ય અરબી સમુદ્ર પર UAC યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ કેરળના દરિયાકાંઠે આવેલું છે… Read more »

Place/ગામ
Rajkot
Devashi. Bhadarka
Devashi. Bhadarka
16/10/2022 4:49 am

18.19 મા dariya patti ma ચબુકલા kare avu nathi lagtu model windy na ત્રણેય સતત બતાવે

Place/ગામ
Thepada
Mitulkumar Dhirubhai Patel
Mitulkumar Dhirubhai Patel
15/10/2022 4:22 pm

As per satellite image, there is a Cyclonic circulation persist in south west part of Bay of bengal , will it get strengthen enough to become a LP and subsequent depression and cyclone ? Is there any chances that it will move towards central part of india and give unseasonal rain…

Place/ગામ
BODAL
Pratik
Pratik
15/10/2022 3:17 pm

તારીખ::-15-10-2022 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મીડ ડે બુલેટિન. ♦દક્ષિણપશ્ચિમ ચોમાસાએ સમગ્ર બિહાર, સમગ્ર સિક્કિમ, સમગ્ર મેઘાલય, સમગ્ર મધ્યપ્રદેશ, આસામના કેટલાક ભાગો, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ, વિદર્ભ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી વીદાય લીધી છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાની વીદાય રેખા હવે 28.6°N, 93.6°E, લંમડિંગ, કૈલાશહર, બેરહામપોર, કાંકે, બિલાસપુર, બ્રહ્મપુરી, બુલદાના, દહાણુ, લાંબા થી 71.0 E/Lat. 19.5°N સુધી છે. ♦ આગામી 2 દિવસ દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ, આંતરિક મહારાષ્ટ્ર અને ઝારખંડ, આંતરિક ઓડિશાના કેટલાક ભાગો અને સમગ્ર પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિઓ ખૂબ અનુકૂળ બને તેવી શક્યતા છે. મધ્યપશ્ચિમ અને નજીકના દક્ષિણપશ્ચિમ બંગાળની… Read more »

Place/ગામ
Rajkot
મહેશ ભીલ
મહેશ ભીલ
15/10/2022 12:27 pm

મિત્રો મારે ઘઉં ધાણા જીરું આટલા માંથી એક વાવેતર કરવું છે અત્યારે તો ક્યુ વાવેતર કરી શકાય આ સમય ગાળા માં શક્ય હોય તો જણાવજો…..

Place/ગામ
ગોકુલ પુર(તરઘડી)
Sagar kalariya
Sagar kalariya
15/10/2022 12:01 pm

ઠંડી કેદી દિવસ થી પડશે

Place/ગામ
મોવિયા
Jaydeep rajgor .
Jaydeep rajgor .
14/10/2022 10:05 pm

Sir mali gyu.imd ahmedabad ma che.aapni website ma j che

Place/ગામ
Mandvi kutch
Jaydeep rajgor .
Jaydeep rajgor .
14/10/2022 9:09 pm

Sir temperature jova mate imd ni link hoy to aapone

Place/ગામ
Mandvi kutch
Haresh ahir
Haresh ahir
14/10/2022 7:00 pm

શક્ય હોય તો દિવાળી સુધી નું આગોતરું આપશો ??

Place/ગામ
ભાડાસી
Pratik
Pratik
14/10/2022 1:35 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 14 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન  ♦ નૈઋત્ય ના ચોમાસા એ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના બાકીના ભાગોમાંથી વિદાય લીધી છે; મધ્ય પ્રદેશના મોટાભાગના ભાગો અને બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો માંથી પણ નૈઋત્ય ના ચોમાસા એ વિદાય લીધી છે  નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે રક્સૌલ, ડાલ્ટનગંજ, પેંદ્રા રોડ, છિંદવાડા, જલગાંવ, દહાણુ, 71.0E/Lat. 19.5N માંથી પસાર થાય છે.   આજે નૈઋત્ય ના ચોમાસા એ સમગ્ર ગુજરાત માંથી વિદાય લીધી છે. ♦આગામી 3 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર અને પૂર્વ ભારતના કેટલાક વધુ ભાગો અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગો તથા મધ્ય ભારતના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નુ… Read more »

Place/ગામ
Rajkot
Last edited 2 years ago by Pratik
Paras
Paras
14/10/2022 10:54 am

આજ સવાર થી સારી સ્પીડ મા ભૂર પવન વાય છે 4 5 દિવસ ચાલુ રે એવું લાગે છે.

Place/ગામ
Jamnagar, vavberaja
Sharad Thakar
Sharad Thakar
13/10/2022 7:13 pm

દ્વારકા જીલ્લા મા હજુ વરસાદ હજુ ચાલુ જ છે આજે પણ હતો

Place/ગામ
Patelka
Pratik
Pratik
13/10/2022 2:08 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 13 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન  ♦ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નુ ચોમાસું ની વિદાય માટે સ્થિતિઓ ખૂબ અનુકૂળ બને તેવી શક્યતા છે. તે પછીના 2 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય લેવાની શક્યતા છે.   ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે.   ♦એક UAC કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને… Read more »

Place/ગામ
Rajkot
Kodiyatar hira
Kodiyatar hira
12/10/2022 9:56 pm

atyare je mitro kheti kamma utavad rakhe aetlu jokham oshu karan ke 6 8 divas kai dekhatu nathi.

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Last edited 2 years ago by Kodiyatar hira
Karubhai Odedara
Karubhai Odedara
12/10/2022 8:14 pm

sir aa vavazodu chhe k ? Apni bazu aavse?

Place/ગામ
Kutiyana
Screenshot_20221012_200736.png
Bipin Savjani
Bipin Savjani
12/10/2022 7:17 pm

જય શ્રી કૃષ્ણ

નમસ્તે અશોકભાઈ

અમારે ફેમિલી સાથે 22 October થી 27 October જગન્નાથપુરી યાત્રા દર્શન જવાનું છે. ત્યાંથી જાણીતી વ્યક્તિ થી message છે કે 22 October આજુબાજુ cyclone જેવું ત્યાં કદાચ થઇ શકે.કાંઈ આવું લાગતું હોય તો જણાવશો.

જય સિયારામ

Place/ગામ
Mumbai Kandivali
Hem,bhatiya
Hem,bhatiya
12/10/2022 3:46 pm

bhare pavan sathe 3:30 vage japtu che,kapas ne nuksan karak pavan hato,thoda area ma bhave varsad pn che

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Rajesh takodara
Rajesh takodara
12/10/2022 2:18 pm

Sir 20 tarikh pachi anty saiclone banvana chance khara

Place/ગામ
Upleta
Pratik
Pratik
12/10/2022 2:07 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 12 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નુ ચોમાસું ની વિદાય માટે સ્થિતિઓ ખૂબ અનુકૂળ બને તેવી શક્યતા છે. ♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ લગભગ 76°E અને 30°N પર છે. ♦એક UAC ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને… Read more »

Place/ગામ
Rajkot
Khimaniya Pravin
Khimaniya Pravin
12/10/2022 11:46 am

Sir આ ગરમીમાંથી રાહત ક્યારે મળશે.લાંબું ચાલે તેવું લાગે છે.બહુજ ગરમી છે.

Place/ગામ
Beraja falla
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
12/10/2022 9:02 am

સર અમારે રાતે જોરદાર જાપટુ કેટલા દિવસ હજી વરસાદ નુ જોર છે?

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
nik raichada
nik raichada
12/10/2022 1:17 am

10 Tarikhe sanje Porbandar City Na Amuk Vistaroma Gajvij sathe varsad Padyo.

10 Tarikhe PorbandarJilla Na Gramya Vistaro ma pan 1.5 thi 2 inch varsad.

Place/ગામ
Porbandar City
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
11/10/2022 9:16 pm

Adadhi kalak thi dhimi dhare varasad aave chhe

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
11/10/2022 8:35 pm

15 minutes thi jodar vrasad .have dhimo chalu

Place/ગામ
Chandli
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
11/10/2022 7:54 pm

જય માતાજી અશોકભાઈ

સાંજ ના ૬ વાગ્યા થી અત્યાર સુધીમાં બે વાર વરસાદે રોડ ભીના કર્યા

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Kodiyatar hira
Kodiyatar hira
11/10/2022 7:52 pm

Sar arbi samudra ma 14 trikh aaspas lo btave to aeni aear saurastra ma Thai. ?

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
મહેશ ભીલ
મહેશ ભીલ
11/10/2022 7:40 pm

અશોક સાહેબ આ ગરમીથી ક્યારે રાહત થશે..

Place/ગામ
Gokulpur (targhadi)
Lalji gojariya
Lalji gojariya
11/10/2022 5:29 pm

Sir ketlu shachu manvu

Place/ગામ
Jetpur Taluko . Amarnagar
Screenshot_2022-10-11-17-27-58-820_com.windyty.android.jpg
Paresh Bhuva
Paresh Bhuva
11/10/2022 4:34 pm

Thank you sir

Place/ગામ
Charan samadhiyala ta.jetpur
K.G.Ardeshana
K.G.Ardeshana
11/10/2022 4:02 pm

તાલાલા ગીર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Place/ગામ
Dhava gir
vejanand karmur
vejanand karmur
11/10/2022 3:37 pm

Bhur pavan kyare chalu thase

Place/ગામ
Devbhumi Dwarka
Pratik
Pratik
11/10/2022 3:09 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 11 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નુ ચોમાસું ની વિદાય માટે સ્થિતિઓ ખૂબ અનુકૂળ બને તેવી શક્યતા છે. ♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ લગભગ 70°E અને 25°N પર છે. ♦ એક UAC પંજાબ અને હરિયાણા પાસે છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Dhiru Bhai
Dhiru Bhai
11/10/2022 2:04 pm

અશોકભાઈ 17.18.ની કેવીક શક્ય તા છે.તે જણાવવા વિનંતી

Place/ગામ
Keshod
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
11/10/2022 1:41 pm

Sir chotadel coment kadhi nakhone vachvama bahu nade che

Place/ગામ
GAGA Jam Kalyanpur Devbhumi Dwarka
Bharat savliya
Bharat savliya
11/10/2022 9:26 am

સર હવે કેટલાં દિવસ વરસાદ થાસે કાલ અમારે સારો વરસાદ થયો સે આજ કેમ થાસે ગામ જીવાપર તાં.જસદણ

Place/ગામ
Jivapar
Kandoriya bhimashi
Kandoriya bhimashi
11/10/2022 6:49 am

Sir Navi comments khoob j ochhi aave chhe.navi comments na rules ma kai change karyu ke?shakya hoy to answer aapjo.

Place/ગામ
Chauta kutiyana
Ajaybhai
Ajaybhai
10/10/2022 9:56 pm

સર તમારી la nina ની અપડેટ મા આવતા ચોમાસા માટે કેવુ પરીબળ ગણાય ??

Place/ગામ
Junagadh
Nagrajbhai khuman
Nagrajbhai khuman
10/10/2022 9:21 pm

Sir Aje amare Aa Varsh no 2jo bhare varsad padyo 50minutes 75% vistar ma ..

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Alpesh pidhadiya
Alpesh pidhadiya
10/10/2022 8:26 pm

ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ

Place/ગામ
Nadala babra Amreli
Vallabh bhalala
Vallabh bhalala
10/10/2022 7:53 pm

Sir Saro varshat aavo

Place/ગામ
Jivapar
Amar Chavda
Amar Chavda
10/10/2022 7:48 pm

મોટા દડવા તા.ગોંડલ જિ.રાજકોટ માં સારો વરસાદ ચાલુ

Place/ગામ
Rajkot
Bharat chhuchhar
Bharat chhuchhar
10/10/2022 6:39 pm

Thunder storm near Porbandar…

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
IMG_20221010_182352.jpg
Yashvant gondal
Yashvant gondal
10/10/2022 3:31 pm

Gondal ma mota chate hadvo varsad chalu che. Jetpur road.

Place/ગામ
Gondal
Paras
Paras
10/10/2022 3:10 pm

મુખ્યત્વે ભૂર પવન જોવા માટે કેટલા hpa મા જોવાનું ૯૨૫ કે ૮૫૦.

Place/ગામ
Jamnagar, vavberaja
Viral ladani
Viral ladani
10/10/2022 3:03 pm

keshod taluka na kevrdra gam ma nuskan karak varsad

Place/ગામ
Kevrdra (keshod)
Pratik
Pratik
10/10/2022 2:33 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 10 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦એક ફ્રેશ WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે ટ્રફ તરીકે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ આશરે 64°E અને 25°N પર છે. ♦એક UAC દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે. ♦એક ટ્રફ ઉત્તર ગુજરાતથી રાજસ્થાન માં થયને દક્ષિણ હરિયાણા સુધી લંબાય છે… Read more »

Place/ગામ
Rajkot