Temperature Expected To Fluctuate Over Most Parts Of Saurashtra Gujarat & Kutch 12th-19th January 2024
તારીખ 12 થી 19 જાન્યુઆરી દરમ્યાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તાપમાન માં વધ ઘટ થયા રાખશે
Current Weather Conditions on 12th January 2024
From IMD Morning Bulletin:
Conditions are becoming favorable for cessation of Northeast Monsoon rains over Tamilnadu, Puducherry & Karaikal, Kerala & Mahe and adjoining areas of Coastal Andhra Pradesh & Yanam, Rayalaseema and South Interior Karnataka around 15th January, 2024.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 55°E to the north of Lat. 32°N persists.
A fresh Western Disturbance is likely to affect Western Himalayan Region
from 16th January, 2024.
દક્ષિણ ભારત માંથી શિયાળુ ચોમાસુ 15 જાન્યુઆરી આસપાસ વિદાય લિયે તેવા પરિબળો થયા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ઉંચાઈએ ટ્રફ Long. 55°E to the north of Lat. 32°N છે.
16 જાન્યુઆરી થી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
Gujarat Observations:
The Maximum Temperature is near normal to 1 C above normal over most parts of Gujarat, however, Rajkot was the outlier at 5 C above normal.
Maximum Temperature on 11th January 2024 was as under:
Ahmedabad 28.2 C which is 1 C above normal
Rajkot 32.9 C which is 5 C above normal
Amreli 30.5 C which is 1 C above normal
Deesa 28.0 C which is 1 C above normal
Vadodara 29.8 C which is normal
Bhuj 28.4 C which is 1 C above normal
The Minimum Temperature is 1 C to 4 C above normal over most parts of Gujarat.
Minimum Temperature on 12th January 2024 was as under:
Ahmedabad 16.5 C which is 4 C above normal
Rajkot 13.0 C which is 1 C above normal
Amreli 16.5 C which is 5 C above normal
Deesa 11.7 C which is 2 C above normal
Vadodara 16.6 C which is 3 C above normal
Bhuj 12.0 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 12th to 19th January 2024
Winds will be mainly from Northwest, North & North East direction with mostly normal speed during till 15th January. Specifically for 14th January the winds will be from Northwest & northerly direction at 10-15 km mainly between 11.30 am. to 8.30 pm. Winds will be from Westerly direction on 16th to 18th January and there will be foggy weather during that period. It will start from Kutch and over West Saurashtra on 16th then Kutch & adjoining North Gujarat and whole Saurashtra on 17th, Kutch, Saurashtra and Central & South Gujarat on 18th January. The winds will change direction from East & Northeast direction on 19th January.
Currently the Normal Minimum Temperature is 11 C to 12 C for most parts of Gujarat and around 10 C to 11 C over Kutch & North Gujarat areas near Rajasthan border. The Minimum Temperatures are expected to remain above normal on 12th & 13th and subsequently decrease BY 1 C to 3 C during 14th to 16th and again increase during 17th-19th January.
Currently Normal Maximum Temperature is 27 to 29 C. The Maximum Temperature is expected to remain normal to above normal on most days in the range 28 C to 34 C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 થી 19 જાન્યુઆરી 2024
તારીખ 15 સુધી પવન નોર્થ વેસ્ટ, નોર્થ અને નોર્થ ઇસ્ટ ના રહેશે. 14 જાન્યુઆરી ના પવન 10 થી 15 કિમિ ઝડપ ના મુખ્યત્વે ઉત્તરાદા રહેવાની શક્યતા સવારે 11.30 am. થી સાંજે 8.30 pm. તારીખ 16 થી 18 જાન્યુઆરી દરમ્યાન પશ્ચિમી પવન ની શક્યતા છે એટલે સવારે ભેજ વધશે તેમજ ઝાકર ની શક્યતા છે. જેમાં 16 તારીખ ના કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, 17 તારીખ ના કચ્છ અને લાગુ નોર્થ ગુજરાત તથા સૌરાષ્ટ્ર, 18 તારીખ ના કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય અને દક્ષિણ ગુજરાત માં ઝાકર ની શક્યતા છે. તારીખ 19 ના ફરી પવનો ફરશે અને નોર્થ ઇસ્ટ અને ઇસ્ટ ના થવાની શક્યતા.
નોર્મલ ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 11 C થી 12 C ગણાય તેમજ કચ્છ અને નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 10 C થી 11 C ગણાય. તારીખ 12 અને 13 માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉંચુ રહેશે. તારીખ 14 થી 16 દરમ્યાન તાપમાન માં 1 C થી 3 C નો ઘટાડો જોવા મળે. ફરી 17 થી 19 માં તાપમાન માં વધારો થશે. ગુજરાત રાજ્ય ના વધુ સેન્ટરો માં તાપમાન 11 C થી 17 C ની રેન્જ માં.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 27 C થી 29 C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેશે એટલે કે 28 C થી 34 C ની રેન્જ માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 12th January 2024
Forecast In Sanj Samachar Daily Dated 12th January 2024
તારીખ 19 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પર જેટ પવનો સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130-140 નોટ ( 240-260 કિમી પ્રતિ કલાક)ના ક્રમના જેટ પવનો પ્રવર્તે છે. ❖ પૂર્વીય પ્રવાહો માં ટ્રફ હવે દક્ષિણ આંતરિક કર્ણાટકથી ઉત્તર આંતરીક કર્ણાટક અને મરાઠવાડા થય ને પૂર્વ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
તારીખ 18 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પર જેટ પવનો સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140-160 નોટ ( 260- 300 કિમી પ્રતિ કલાક) ક્રમના પવનો પ્રવર્તે છે.❖ એક UAC ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ બાંગ્લાદેશ પર નું UAC હવે દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ પૂર્વીય પ્રવાહો માં ટ્રફ દક્ષિણ આંતરિક કર્ણાટકથી સમગ્ર તેલંગાણા અને વિદર્ભ થય ને મધ્ય છત્તીસગઢ સુધી લંબાય છે અને… Read more »
તારીખ 17 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પર જેટ પવનો સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140-160 નોટ ( 260- 300 કિમી પ્રતિ કલાક) ક્રમના પવનો પ્રવર્તે છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે. ❖ એક UAC બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ પૂર્વીય પ્રવાહો માં ટ્રફ… Read more »
Sir aavti kal thi kai vadda thavani sakyata che? Jo ha to ketla divas thase?
સર આવનારા દિવસો માં પવન ની ઝડપ કેટલી રહેશે અમરે ઘઉ માં હવે છેલ્લા પાન આપવા ના છે જરા જણાવો તો માહિતી મળે જય શ્રી કૃષ્ણ
આખા શિયાળામાં આજ 18 તારીખે કંઈક ટાઇટ પડી આ એક ઠંડી પડી આજે એવું લાગે છે કે શિયાળો આવ્યો ટાઈ ઢ પડી આજ 18 તારીખ અને ગુરુવારે શિયાળો જામ્યો એવું લાગે છે,,,, માણાવદર
સર હવે આવતા દિવસોમા ઠંડી ના સારા રાઉન્ડ ની શક્યતા છે ??
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા dt 16 ને દિવસે બહુ ઝાકળ હતી dt 17 મા નોહતી ઝાકળ કાલે શું થાય ખબર પડે…
Zaakar jevu kyany hatu 16 and 17 ma ?
Aje to tadko chaydo thya kare che bhagar vatavaran sav jamnagar ma
જય માતાજી
સર 11 તારીખ +7દિવસ એટલે કાલે 18 તારીખ તો હવે જીરા મા પાણી પાઈ દેવાય
આ ઠંડી કેમ નથી પડતી આખો શિયાળો વયો ગયો તો અશોકભાઈ હવે ઠંડી ક્યારે પડશે આ મકરસંક્રાંતિ આવી ગઈ મકરસંક્રાંતિએ વઈ ગઈ ઠંડીના પાછા પાછળથી રાઉન્ડ આવી શકે કે શિયાળો લંબાઇ લંબાઇ શકે આગળ પાછળ થઈ શકે ઘણા એમ કે આ વખતે શિયાળો મોડો છે પાછળના મહિના સુધી પડશે ઠંડી તમારું શું કહેવું છે
જય શ્રી કૃષ્ણ નમસ્તે સર,
આજના બુલેટિન મુજબ ઉત્તર ભારત ના મેદાની પ્રદેશોમાં જેટ પવનો(સરેરાશ સમુદ્ર સપાટી થી 12.6કીમી એ)140-150 નોટ (250-275 કીમી/કલાક)ની ઝડપે પ્રવર્તે છે એવું છે.
તો આ નોર્મલ કહી શકાય હાલના સમય અનુસાર?
અને આ પવનો થી હાલના વાતાવરણ માં આવતા દિવસોમાં શું ફેરફાર આવી શકે?
Aa varshe shiyado warm rahyo che. Shiyada ni je khari thandi padvi joie evu thandi aa varshe padij nathi.
jsk mitro, Jeera na shera hoy tyare vantoliya dekhata hoy che, pan aa varshe khiher pachi j dekhava lagiya che. Daniya aa varse khub sara pakse kadach !!
તારીખ 16 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC કોમોરિન વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ પૂર્વીય પ્રવાહો માં એક ટ્રફ ઉત્તરીય આંતરિક કર્ણાટકથી પૂર્વ વિદર્ભ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તર ભારતના મેદાનો પર જેટ પ્રવાહના પવનો સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140-150 નોટના ક્રમના પવનો પ્રવર્તે છે.
Rajkot Metoda vache Zaakar
Sir 20 thi 21 January udaipur nathdwara ma thandi ketli hase pls janvso.
Sir amare zakarni kevik sakyata che
તારીખ 15 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC શ્રીલંકાના કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ 16મી જાન્યુઆરી, 2024થી પશ્ચિમી હિમાલયન ક્ષેત્રને ફ્રેશ અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે.
જય દ્વારકાધીશ સાહેબ અમારે ઝાકળ ની કેવી સકયતાઑ છે
આભાર સર
તારીખ 14 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજથી એટલે કે 14મી જાન્યુઆરી, 2024 થી ઉત્તરપૂર્વ ચોમાસાનો વરસાદ કેરળ-માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ-પુડુચેરી-કરાઈકલ, રાયલસીમા અને આંધ્ર પ્રદેશ ના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને યાનમની આસપાસના વિસ્તારોમાં બંધ થઈ ગયો છે. ❖ એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ 16મી જાન્યુઆરી, 2024થી પશ્ચિમી હિમાલયન ક્ષેત્રને ફ્રેશ અનખ નબળા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે.
Thank you sir for new update…jay shree radhe krishna ji
Thanks sir
સર અને બધા મિત્રો ને હેપ્પી ઉતરાયણ
અપડેટ બદલ આભાર
તારીખ 13 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 15મી જાન્યુઆરી, 2024ની આસપાસ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્ર પ્રદેશ દરિયાકાંઠાના વિસ્તારોમાં અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પૂર્વોત્તર ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC શ્રીલંકા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ 16મી જાન્યુઆરી, 2024થી… Read more »
Theks sr.for new padet
Thank s for the update sir
સર આ મેટ્રો લોજીક જોવા ની લીક આપો મારી પાસે છે એ ફેર છે આવુ નથી આવતુ…એટલે. .
Thanks for update sir
Thank you sir for new update, kheti sathe patang rasiko ni pan mahiti aapava Badal khub aabhar.
Jay mataji sir… thanks for new update…
Thanks sir for New Update
Thanks for the update !
Best mahiti
Jsk sir, Update badal aabhar.
Thx.sir new apdate apva badal
નવી update બદલ આભાર સર,,
Thank you sir
તારીખ 12 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 15મી જાન્યુઆરી, 2024ની આસપાસ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્ર પ્રદેશ દરિયાકાંઠા વિસ્તારોમાં અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પૂર્વોત્તર ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 55°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC કોમોરિન વિસ્તાર અને લાગુ માલદીવ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 5.8 કિમીની વચ્ચે છે. ❖ 16મી જાન્યુઆરી, 2024થી પશ્ચિમ હિમાલયન… Read more »
Thank sir
Jiru mate jakar ni agahi khas jaruri che
Jakar ni jarurat pan che Ane dhyan pan rakhvu pade nahi to Pak nisfal jay
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Thanks સર
Thanks, sir