Maximum Temperature Expected To Be Above Normal On Most Days 9th To 17th November 2024 For Saurashtra Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 9 થી 17 નવેમ્બર સુધી લગભગ દિવસો મહત્તમ તાપમાન નોર્મલ થી વધુ રહેવાની શક્યતા
Current Weather Conditions on 9th November 2024
IMD Mid-Day Bulletin 9th November 2024:
The cyclonic circulation over southwest Bay of Bengal extending upto 3.6 km above mean sea level persisted over the same area at 0830 hrs IST of today, 09th November 2024. Under its influence a low pressure area is likely to form over the same area during next 36 hours. It is likely to move slowly nearly westwards towards Tamil Nadu/Sri Lanka coasts during subsequent 2-days.
The trough from the above cyclonic circulation over southwest Bay of Bengal to eastcentral Bay of Bengal extending upto mid-tropospheric levels persists.
The cyclonic circulation over southeast Arabian Sea & adjoining Lakshadweep area now lies over central parts of south Arabian sea at 3.1 km above mean sea level.
Gujarat Observations:
The Maximum Temperature is 2 C to 3 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 8th November 2024 was as under:
Surendranagar 38.3C which is 3 C above normal
Rajkot 38.0 C which is 3.5 C above normal
Deesa 37.7 C which is 3 C above normal
Bhuj 37.4 C which is 3 C above normal
Ahmedabad 36.4C which is 2 C above normal
Vadodara 36.4 C which is 2 C above normal
IMD પરિબળો:
આજ, 9 નવેમ્બર 2024ના રોજ, બપોરે 08:30 કલાક IST પર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 3.6 કિ.મી. ઉંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 36 કલાકમાં તે જ વિસ્તારમાં લો પ્રેશર એરિયા બની શકે છે. આ લો પ્રેશર એરિયા આગામી 2 દિવસોમાં ધીમે ધીમે પશ્ચિમ દિશામાં તમિલનાડુ / શ્રીલંકા કિનારા તરફ ગતિ કરી શકે છે.
ઉપરોક્ત યુએસી થી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી 3.1 કિ.મી. ઉંચાઈ પર એક ટ્રફ છે.
દક્ષિણ-પૂર્વ અરબી દરિયા અને તેની આસપાસના લક્ષદ્વીપ વિસ્તારમાં આવેલ યુએસી હવે દક્ષિણ અરબી દરિયાના મધ્ય ભાગોમાં, 3.1 કિ.મી. ઉંચાઈ સુધી છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 9th To 17th November 2024
Winds expected to be mostly from Northerly direction till 13th November and then winds expected from Northeast and Easterly direction. The weather will be mostly clear skies. Possibility of stray high level clouds during the forecast period after 12th November on couple of days. Although the Maximum Temperature is expected to decrease by 1°C to 2°C during the forecast period, it is expected to remain above normal on most days of the forecast period. The normal Maximum Temperature currently is around 34°C for hot centers and this normal Temperature will decrease to 33°C by end of forecast period. Maximum Temperature range expected to be between 35°C to 37.5°C over Hot Centers of Saurashtra, Gujarat & Kutch. The Minimum Temperature currently is higher than normal by 2°C to 4°C. Minimum Temperature expected to gradually decrease by around 3°C going towards normal at the end of the forecast period. Main decline expected around 17th November.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 9 થી 17 નવેમ્બર 2024
13 નવેમ્બર સુધી પવન મુખ્યત્વે ઉત્તર દિશાથી ફૂંકાવાની સંભાવના છે, ત્યારબાદ પવન ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશામાં ફૂંકાવાની સંભાવના છે. વાતાવરણ મોટે ભાગે સ્વચ્છ રહેશે. 12 તારીખ પછી ના સમય માં ઉપલા લેવલ ના વાદળ બેક દિવસ દેખાય. મહત્તમ તાપમાન અંદાજે 1°C થી 2°C ઘટાડો થવાની શક્યતા હોવા છતાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. હાલનું ઘણા સેન્ટરો નું નોર્મલ મહત્તમ તાપમાન આશરે 34°C છે, અને આ તાપમાન આગાહી સમય ના અંત સુધી માં 33°C થઇ જશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ગરમ સેન્ટરો માં મહત્તમ તાપમાન ની રેન્જ 35°C થી 37.5°C સુધી રહી શકે છે. હાલમાં ન્યુનત્તમ તાપમાન માં 2°C થી 4°C ઉંચુ છે. આગાહી સમય દરમિયાન ન્યુનત્તમ તાપમાનમાં લગભગ 3°Cનો ઘટાડો થવાની શક્યતા છે. 17 તારીખ આસપાસ મુખ્ય ઘટાડો જોવા મળે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 9th November 2024
Forecast In Sanj Samachar Daily Dated 9th November 2024
તારીખ 15 નવેમ્બર 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે મન્નારના અખાત અને લાગુ શ્રીલંકાના કિનારે છે અને તે સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે.
❖ ઉત્તર પશ્ચિમ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉપર 120 નોટ (220 કિમી પ્રતિ કલાક) સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.
તારીખ 14 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર તમિલનાડુ પર નુ UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે લક્ષદ્વીપ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર અફઘાનિસ્તાન અને લાગુ પાકિસ્તાન પર UAC તરીકે જોવામાં છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તેની સાથે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી… Read more »
તારીખ 13 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર તમિલનાડુ અને લાગુ દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નુ લો પ્રેશર નબળું પડી (વિખાય) ગયુ છે જો કે તેનુ આનુષાંગિક UAC હવે ઉત્તર તમિલનાડુ ના દરીયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ કેરળના દરિયાકાંઠા પર નુ UAC હવે કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ પર છે… Read more »
ઉત્તર પશ્ચિમ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉપર 120 નોટ (220 કિમી પ્રતિ કલાક) સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.
આ જેટ પવનો થી શિયાળા નુ આગમન થાય કે, કઈ અસર ન થાય?
Sir,Ghana badha time pachi earthquake no anubhav thyo.
10:15 p.m.
સર અમારે હવે જીરુનુ વાવેતર કરવુ છે તો આગાહી સમય પછી સારી ઠંડી જોવા મળી શકે??
સર અમારા એરિયા માં પશ્ચિમી પવન નો અચાનક દેખાડો થયો બપોર પછી અને પૂર્વ ના સૂકા પવન પણ દોરાયા રાખે છે ફેરફાર આવશે કઈ સર વાતાવરણ માં કે??
Sir Thai gyu magfali nu kaam puru ???
Ane su vavetar karvanu se tamare ???
Sir Sri Lanka ma chomasu ketala mahina Hoi jem ke India ma June thi September tevi rite.
તારીખ 12 નવેમ્બર 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ ઉત્તર તમિલનાડુ અને લાગુ દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર યથાવત છે. તેનું આનુષાંગિક UAC હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.
❖ એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ કેરળના દરિયાકાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.
❖ 14 નવેમ્બર, 2024થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.
હવે સાહેબ કેદી વરસાદ થાય એમ છે પ્રકાશ પાડજો તો ઓરવાની કામગીરી આગળ વધે શિયાળુ પિયત માટે
sari aje uttar pachim na thanda pavan chalu thaya se
Aa varshe shiyado mid-December pachhi jamse.
દેવા ભાઈ વાત સ્વાર્થ ની નથી . પણ આ એક વેધર વેબ. S સે જે વધારે પડતી ચોમાસા મા વધુ જોવાતી હોય સે
અને બીજું કે અત્યારે બધા મિત્રો ભીડ મા સે. એટલે કદાચ ટાઇમ નઈ હોય commet વાચવા નો. સર ની અપડેટ તો રેગ્યુલર ચાલુ સે. એ માટે સરજી ને આભાર.વધારે પડતાં મિત્રો ખાલી અપડેટ વાચી લિયે પચી કૉમેન્ટ કરવાની જરૂર નથી પડતી.
Dev Diwali aavi gai kash katra kem nathi bandhata !!!
Desi anuman vara mitro prakash padjo pl.
ખુબ ખુબ આભાર સાહેબ
તારીખ 11 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું UAC આજે 11 નવેમ્બર 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે એ જ વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે તેના પ્રભાવ હેઠળ આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. ત્યારપછી, આ સીસ્ટમ પછીના 2-દિવસ દરમિયાન તમિલનાડુ/શ્રીલંકાના દરિયાકાંઠા તરફ લગભગ પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે. ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીથી મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધીનો ટ્રફ હવે દક્ષિણપશ્ચિમ… Read more »
Sir What is the cause for such above normal tempreture ?
Thank you for new update.
Jsk સર…. વાહ રે સ્વાર્થ.. જયારે વરસાદ ની ખેંચ હોય તય ઉપરાઉપરી પ્રશ્ન વારી કોમેન્ટ આવતી કે અમારે કેદી આવશે વરસાદ… હવે થોડીક કામની ભીડ આયવી તાં બે દિવસ માં ખાલી 18 જ કોમેન્ટ…
સર મેટિયોલોજી ના દરવાજા કેમ ખુલતા નથી?
સર જગન્નાથ પૂરી અને રામેશ્વર દક્ષિણ માં યાત્રા કરવા જવાનું હોય તો ક્યાં મહિના માં વાતાવરણ અનુકૂળ રહેશે
ફેબ્રઆરી માં અને તે પછી ના મહિનામાં ઈચ્છા છે
સરજી.. મારા વાંચવા માં આવ્યું છે કે કોઈ દેશ પોતાના દુશ્મન દેશને નૂકશાન પહોંચાડવા ના હેતુથી પોતાના આધુનિક જ્ઞાનનો ઉપયોગ કરી દુશ્મન દેશના દરિયામાં વાવાઝોડું ઊભું કરી વિનાશ કરે છે.. શું આ કોઈ રીતે શક્ય છે ખરું?કે પછી કપોળ કલ્પિત પરીકથા જેવું?
તારીખ 10 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું UAC આજે 10 નવેમ્બર 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 05:30 કલાકે સમાન વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.6 કિમી સુધી વિસ્તરે છે તેના પ્રભાવ હેઠળ તે જ વિસ્તાર પર આગામી 36 કલાક માં લો પ્રેશર બનવાની સંભાવના છે. ત્યારપછી આ સીસ્ટમ ત્યાર પછીના 2-દિવસ દરમિયાન તમિલનાડુ/શ્રીલંકાના દરિયાકાંઠા તરફ લગભગ પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે. ❖ એક ટ્રફ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર રહેલા ઉપરોક્ત UAC થી મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને… Read more »
Thank u sir wellcome winter
આભાર સર ચોમાસા દરમ્યાન પરફેક્ટ વરસાદ ની માહિતી આપવા બદલ આ સમય મા ખુબજ ઓછા લોકો નિસ્વાર્થ ભાવે સત્ય માહિતી આપવા વાડા પ્રભૂ સદા સુખી અને ખાસ તો શરીર થી તંદુરસ્ત રહો એવી પ્રથાના
Thank you sir
અપડેટ.બદલ.આભાર.સર
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Thank you sir
અપડેટ બદલ ખુબ ખુબ આભાર
Thank you sir for new update,ravi pak na vavetar mate haju pan rah jovi joshe.
વાદળા થયા પચ્છીમ દિશામાં સાહેબ વરસાદ અંધારે એવા
Jsk sir ok.
Mitro 25 Nov 24 jeera no dantar mukvo che aa forcast mujab have.
Theks sr for new apdet
Sir jira ni vavni kayare kray
પવન કય દીશા ના રેહસે
તારીખ 9 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું UAC આજે, 09 નવેમ્બર 2024 ના ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે તે જ વિસ્તારમાં યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.6 કિમી સુધી વિસ્તરે છે તેના પ્રભાવ હેઠળ તે જ વિસ્તારમાં આગામી 36 કલાક માં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સીસ્ટમ તે પછીના 2-દિવસ દરમિયાન તમિલનાડુ/શ્રીલંકાના દરિયાકાંઠા તરફ લગભગ પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે. ❖ એક ટ્રફ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર રહેલા ઉપરોક્ત UAC થી મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે મીડ… Read more »