અશોક પટેલની પદ્ધતિ દ્વારા Gregorian કેલેન્ડર (1582 થી) કોઈપણ તારીખનો દિવસ શોધવાની રીત
સૂત્ર:
ટોટલ = Date + Month Code + YY + floor(YY/4) + 2*(3 – CC mod 4)
અઠવાડિયા નો દિવસ = (ટોટલ) ભાંગ્યા 7 અને શેષ વધે તે સંખ્યા નીચે આપેલ ગણતરી રીત નંબર 7 મુજબ
મહિના માટે કોડ:
- જાન્યુઆરી = 0 (લીપ વર્ષ હોય તો 6)
- ફેબ્રુઆરી = 3 (લીપ વર્ષ હોય તો 2)
- માર્ચ = 3
- એપ્રિલ = 6
- મે = 1
- જૂન = 4
- જુલાઈ = 6
- ઑગસ્ટ = 2
- સપ્ટેમ્બર = 5
- ઑક્ટોબર = 0
- નવેમ્બર = 3
- ડિસેમ્બર = 5
ગણતરી માટે રીત:
- Date = આપેલી તારીખ (1 થી 31 વચ્ચે)
- મહિના માટે કોડ = ઉપર આપેલા મહિના મુજબ
- YY = વર્ષના છેલ્લાં બે અંક (દા.ત. 1947 માટે YY = 47)
Floor(YY/4) એટલે YY ને 4 વડે ભાગી સંપૂર્ણ અંક લેવો
- Century (CC) = વર્ષના પહેલા બે અંક (દા.ત. 1947 માટે CC = 19) (19 mod 4) એટલે 19 ને 4 વડે ભાંગી શેષ વધે તે રકમ જે 3 છે.
- જો લીપ વર્ષ હોય અને મહિનો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી હોય, તો મહિના માટેના કોડ જાન્યુઆરી 6 અને ફેબ્રુઆરી 2
- ‘ટોટલ’ કરવાની રીત:
ટોટલ = Date + મહિના માટે કોડ + YY + Floor(YY/4) + 2*(3 – CC mod 4) - અઠવાડિયા નો દિવસ = (ટોટલ) ભાંગ્યા 7 અને શેષ વધે તે સંખ્યા નીચે મુજબ વાર ગણવો:
- 0 = રવિવાર
- 1 = સોમવાર
- 2 = મંગળવાર
- 3 = બુધવાર
- 4 = ગુરૂવાર
- 5 = શુક્રવાર
- 6 = શનિવાર
ઉદાહરણ તરીકે નીચેની તારીખ માટે ગણતરી:
- 15-04-1653 (15 એપ્રિલ 1653)
- Date = 15
- મહિના માટે કોડ = 6
- YY = 53
- floor(YY/4) = 13
- CC = 16 → (16 mod 4 = 0, એટલે 3 – 0 = 3, 2*3 = 6)
- Total = 15 + 6 + 53 + 13 + 6 = 93
- Day = 93 mod 7 = 2 (મંગળવાર)
- 02-09-1782 (2 સપ્ટેમ્બર 1782)
- Date = 2
- મહિના માટે કોડ = 5
- YY = 82
- floor(YY/4) = 20
- CC = 17 → (17 mod 4 = 1, એટલે 3 – 1 = 2, 2*2 = 4)
- Total = 2 + 5 + 82 + 20 + 4 = 113
- Day = 113 mod 7 = 1 (સોમવાર)
- 21-11-1834 (21 નવેમ્બર 1834)
- Date = 21
- મહિના માટે કોડ = 3
- YY = 34
- floor(YY/4) = 8
- CC = 18 → (18 mod 4 = 2, એટલે 3 – 2 = 1, 2*1 = 2)
- Total = 21 + 3 + 34 + 8 + 2 = 68
- Day = 68 mod 7 = 5 (શુક્રવાર)
- 04-07-1976 (4 જુલાઈ 1976)
- Date = 4
- મહિના માટે કોડ = 6
- YY = 76
- floor(YY/4) = 19
- CC = 19 → (19 mod 4 = 3, એટલે 3 – 3 = 0, 2*0 = 0)
- Total = 4 + 6 + 76 + 19 + 0 = 105
- Day = 105 mod 7 = 0 (રવિવાર)
- 25-12-2008 (25 ડિસેમ્બર 2008)
- Date = 25
- મહિના માટે કોડ = 5
- YY = 08
- floor(YY/4) = 2
- CC = 20 → (20 mod 4 = 0, એટલે 3 – 0 = 3, 2*3 = 6)
- Total = 25 + 5 + 8 + 2 + 6 = 46
- Day = 46 mod 7 = 4 (ગુરુવાર)
- 24-02-1968 (24 ફેબ્રુઆરી 1968) – લીપ વર્ષ
- Date = 24
- મહિના માટે કોડ (લીપ વર્ષ) = 2
- YY = 68
- floor(YY/4) = 17
- CC = 19 → (19 mod 4 = 3, એટલે 3 – 3 = 0, 2*0 = 0)
- Total = 24 + 2 + 68 + 17 + 0 = 111
- Day = 111 mod 7 = 6 (શનિવાર)
સારાંશ:
- 15-04-1653 → મંગળવાર
- 02-09-1782 → સોમવાર
- 21-11-1834 → શુક્રવાર
- 04-07-1976 → રવિવાર
- 25-12-2008 → ગુરુવાર
- 24-02-1968 → શનિવાર
આ પદ્ધતિ Gregorian Calendar (1582) પછીની કોઈપણ તારીખ માટે દિવસ શોધવા માટે ઉપયોગી છે.
તારીખ 19 માર્ચ 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન❖ એક ટ્રફ ઓડિશાના મધ્ય ભાગોથી દક્ષિણ છત્તીસગઢમાં થય ને દક્ષિણ વિદર્ભ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કીમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણપૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પરનું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 અને 7.6 કિમી વચ્ચે સ્થિત છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5… Read more »
તારીખ 20 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર અને મીડ લેવલ મા ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC થી છત્તીસગઢમાં થય… Read more »
સરસ માહિતી.
Very good information sir
Khub sari upyogi mahiti aapva mate ni tamari mahenat ne Dhanyavad sir,
Jay Dwarkadhish…
સર જય શ્રીકૃષ્ણ સરસ માહિતી આપી પણ અઘરી છે મગજ મા રાખવી….
વાહ… સાહેબ.. પણ આ મગજ માં રાખવુ બહુ અઘરું. લેખત રાખવુ પડશે.
શક્ય હોય તો મેનુ માં રાખી દેજો આ પદ્ધતિ ઘણી ઉપયોગી થશે.
Great sir