અશોક પટેલની પદ્ધતિ દ્વારા Gregorian કેલેન્ડર (1582 થી) કોઈપણ તારીખનો દિવસ શોધવાની રીત
સૂત્ર:
ટોટલ = Date + Month Code + YY + floor(YY/4) + 2*(3 – CC mod 4)
અઠવાડિયા નો દિવસ = (ટોટલ) ભાંગ્યા 7 અને શેષ વધે તે સંખ્યા નીચે આપેલ ગણતરી રીત નંબર 7 મુજબ
મહિના માટે કોડ:
- જાન્યુઆરી = 0 (લીપ વર્ષ હોય તો 6)
- ફેબ્રુઆરી = 3 (લીપ વર્ષ હોય તો 2)
- માર્ચ = 3
- એપ્રિલ = 6
- મે = 1
- જૂન = 4
- જુલાઈ = 6
- ઑગસ્ટ = 2
- સપ્ટેમ્બર = 5
- ઑક્ટોબર = 0
- નવેમ્બર = 3
- ડિસેમ્બર = 5
ગણતરી માટે રીત:
- Date = આપેલી તારીખ (1 થી 31 વચ્ચે)
- મહિના માટે કોડ = ઉપર આપેલા મહિના મુજબ
- YY = વર્ષના છેલ્લાં બે અંક (દા.ત. 1947 માટે YY = 47)
Floor(YY/4) એટલે YY ને 4 વડે ભાગી સંપૂર્ણ અંક લેવો
- Century (CC) = વર્ષના પહેલા બે અંક (દા.ત. 1947 માટે CC = 19) (19 mod 4) એટલે 19 ને 4 વડે ભાંગી શેષ વધે તે રકમ જે 3 છે.
- જો લીપ વર્ષ હોય અને મહિનો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી હોય, તો મહિના માટેના કોડ જાન્યુઆરી 6 અને ફેબ્રુઆરી 2
- ‘ટોટલ’ કરવાની રીત:
ટોટલ = Date + મહિના માટે કોડ + YY + Floor(YY/4) + 2*(3 – CC mod 4) - અઠવાડિયા નો દિવસ = (ટોટલ) ભાંગ્યા 7 અને શેષ વધે તે સંખ્યા નીચે મુજબ વાર ગણવો:
- 0 = રવિવાર
- 1 = સોમવાર
- 2 = મંગળવાર
- 3 = બુધવાર
- 4 = ગુરૂવાર
- 5 = શુક્રવાર
- 6 = શનિવાર
ઉદાહરણ તરીકે નીચેની તારીખ માટે ગણતરી:
- 15-04-1653 (15 એપ્રિલ 1653)
- Date = 15
- મહિના માટે કોડ = 6
- YY = 53
- floor(YY/4) = 13
- CC = 16 → (16 mod 4 = 0, એટલે 3 – 0 = 3, 2*3 = 6)
- Total = 15 + 6 + 53 + 13 + 6 = 93
- Day = 93 mod 7 = 2 (મંગળવાર)
- 02-09-1782 (2 સપ્ટેમ્બર 1782)
- Date = 2
- મહિના માટે કોડ = 5
- YY = 82
- floor(YY/4) = 20
- CC = 17 → (17 mod 4 = 1, એટલે 3 – 1 = 2, 2*2 = 4)
- Total = 2 + 5 + 82 + 20 + 4 = 113
- Day = 113 mod 7 = 1 (સોમવાર)
- 21-11-1834 (21 નવેમ્બર 1834)
- Date = 21
- મહિના માટે કોડ = 3
- YY = 34
- floor(YY/4) = 8
- CC = 18 → (18 mod 4 = 2, એટલે 3 – 2 = 1, 2*1 = 2)
- Total = 21 + 3 + 34 + 8 + 2 = 68
- Day = 68 mod 7 = 5 (શુક્રવાર)
- 04-07-1976 (4 જુલાઈ 1976)
- Date = 4
- મહિના માટે કોડ = 6
- YY = 76
- floor(YY/4) = 19
- CC = 19 → (19 mod 4 = 3, એટલે 3 – 3 = 0, 2*0 = 0)
- Total = 4 + 6 + 76 + 19 + 0 = 105
- Day = 105 mod 7 = 0 (રવિવાર)
- 25-12-2008 (25 ડિસેમ્બર 2008)
- Date = 25
- મહિના માટે કોડ = 5
- YY = 08
- floor(YY/4) = 2
- CC = 20 → (20 mod 4 = 0, એટલે 3 – 0 = 3, 2*3 = 6)
- Total = 25 + 5 + 8 + 2 + 6 = 46
- Day = 46 mod 7 = 4 (ગુરુવાર)
- 24-02-1968 (24 ફેબ્રુઆરી 1968) – લીપ વર્ષ
- Date = 24
- મહિના માટે કોડ (લીપ વર્ષ) = 2
- YY = 68
- floor(YY/4) = 17
- CC = 19 → (19 mod 4 = 3, એટલે 3 – 3 = 0, 2*0 = 0)
- Total = 24 + 2 + 68 + 17 + 0 = 111
- Day = 111 mod 7 = 6 (શનિવાર)
સારાંશ:
- 15-04-1653 → મંગળવાર
- 02-09-1782 → સોમવાર
- 21-11-1834 → શુક્રવાર
- 04-07-1976 → રવિવાર
- 25-12-2008 → ગુરુવાર
- 24-02-1968 → શનિવાર
આ પદ્ધતિ Gregorian Calendar (1582) પછીની કોઈપણ તારીખ માટે દિવસ શોધવા માટે ઉપયોગી છે.